રવિચંદ્રન અશ્વિન ટી૨૦માં પણ ઉપયોગી : કૈફ

20 November, 2020 02:46 PM IST  |  New Delhi | IANS

રવિચંદ્રન અશ્વિન ટી૨૦માં પણ ઉપયોગી : કૈફ

અશ્વિન

ઇન્ડિયન પ્રીમિયર લીગની ફ્રૅન્ચાઇઝી ટીમ દિલ્હી કૅપિટલ્સના અસિસ્ટન્ટ કોચ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર મોહમ્મદ કૈફને લાગે છે કે ટી૨૦ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા માટે રવિચંદ્રન અશ્વિન હજી પણ મહત્ત્વનો પ્લેયર છે. વાસ્તવમાં અશ્વિનને ઑસ્ટ્રેલિયા સામેની માત્ર ટેસ્ટ સિરીઝમાં સ્થાન મળ્યું હોવાને લીધે કૈફે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. મોહમ્મદ કૈફે કહ્યું કે ‘વિરાટ, રોહિત, પોલાર્ડ, ગેઇલ, વૉર્નર, ક્વિન્ટન ડિકૉક, બટલર, સ્મિથ, પડિક્કલ, પૂરન. વાંચો અને પાછું વાંચો. આઇપીએલની તેરમી સીઝનમાં આ પ્લેયર સાથે રવિચંદ્રન અશ્વિન પણ હતો જેણે પાવરપ્લેમાં સારું પ્રદર્શન કર્યું હતું. મારું હજી પણ માનવું છે કે ટી૨૦ ઇન્ટરનૅશનલમાં રવિચંદ્રન અશ્વિન ભારત માટે મહત્ત્વનો પ્લેયર સાબિત થઈ શકે છે.’
અશ્વિન ભારત માટે છેલ્લે ૨૦૧૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો, જેમાં તેણે નૉટઆઉટ ૧૧ રન બનાવ્યા હતા અને તેને એક પણ વિકેટ નહોતી મળી. એ ટૂર તેની છેલ્લી વન-ડે ટૂર રહી હતી.

cricket news t20 ravichandran ashwin