મારું સ્વપ્ન સચિન તેન્ડુલકર સાથે ઊભા રહીને રમવાનું હતું, સામાન્ય મધ્યમ વર્ગની વ્યક્તિ માટે આ સ્વપ્ન સાકાર થયું

03 February, 2025 09:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

BCCI દ્વારા સ્પેશ્યલ અવૉર્ડથી સન્માનિત થનાર રવિચન્દ્રન અશ્વિન કહે છે...

સચિન તેન્ડુલકર, રવિચન્દ્રન અશ્વિન

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા વાર્ષિક અવૉર્ડ સમારોહમાં ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને પણ સ્પેશ્યલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર અશ્વિને અવૉર્ડ સમારોહ દરમ્યાન કહ્યું કે ‘મારું સ્વપ્ન સચિન તેન્ડુલકરની બાજુમાં ઊભા રહેવાનું અને રમવાનું હતું. એક ખૂબ જ સામાન્ય મધ્યમ વર્ગની વ્યક્તિ માટે આ સ્વપ્ન સાકાર થયું. મારી આખી સફર ખૂબ જ ઊંચાઈ પર રહી છે, કોઈ એક પ્રદર્શન પર આંગળી ચીંધવી મુશ્કેલ છે.’

ravichandran ashwin sachin tendulkar board of control for cricket in india cricket news indian cricket team sports news sports