શાસ્ત્રીને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો : વિરાટ કોહલી

02 December, 2019 12:33 PM IST  |  Mumbai

શાસ્ત્રીને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો : વિરાટ કોહલી

રોહિત શર્મા અને વિરાટ કોહલી

(આઇ.એ.એન.એસ.) ઇન્ડિયન ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે રવિ શાસ્ત્રીને ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો. કોચ રવિ શાસ્ત્રીને મોટા ભાગની મૅચને લઈને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. એવી પણ ચર્ચા છે કે વિરાટ કોહલી કરતાં તેનો વધુ પાવર છે. આ વિશે વધુ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે ‘અનુષ્કા વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે. આ બધું કોઈ ચોક્કસ એજન્ડા સાથે કરી રહ્યું છે. જો આ રેન્ડમ હોત તો અનુષ્કા વિશે કોઈએ લખ્યું હોત તો બીજી વ્યક્તિ એના પર ધ્યાન નહીં આપી રહી હોત, કારણ કે એ કાંઈ મહત્ત્વનું નહોતું. રવિભાઈના કેસમાં તેઓ ખૂબ લકી છે, કારણ કે તેમને ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો. જે વ્યક્તિએ તેની કરીઅરમાં હેલ્મેટનો ઉપયોગ કર્યા વગર બોલરના અટૅકને સહન કર્યો હોય અને રન કર્યા હોય તે વ્યક્તિ ઘરે બેસીને સોશ્યલ મીડિયા યુઝર્સથી નહીં ડરે.’

cricket news virat kohli ravi shastri team india