રવિ શાસ્ત્રી વધુ એક વખત ભારતનો હેડ કોચ બનવા ફેવરિટ

16 August, 2019 09:07 AM IST  |  મુંબઈ

રવિ શાસ્ત્રી વધુ એક વખત ભારતનો હેડ કોચ બનવા ફેવરિટ

રવિ શાસ્ત્રી વધુ એક વખત ભારતનો હેડ કોચ બનવા ફેવરિટ

ભારતનો વર્તમાન કોચ રવિ શાસ્ત્રી આજે લેવાનારા ઇન્ટરવ્યુમાં વધુ એક વખત ભારતના હેડ કોચની પોસ્ટ રીટેન કરશે એવી શક્યતા છે. કપિલ દેવ નિખંજના નેતૃત્વવાળી ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી શૉર્ટ-લિસ્ટ કરાયેલા ૬ કૅન્ડિડેટ રવિ શાસ્ત્રી, ટૉમ મુડી, માઇક હેસન, લાલચંદ રાજપૂત, રૉબિન સિંહ અને ફિલ સિમન્સના ઇન્ટરવ્યુ લેશે. કપિલની કમિટીના મેમ્બર શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ છે.
શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતે ૨૧માંથી ૧૩ ટેસ્ટ, ૬૦ વન-ડેમાંથી ૪૩ અને ૩૬ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાંથી ૨૫માં જીત મેળવી છે. તે ૨૦૧૫માં ડાયરેક્ટર હતો ત્યારે ટીમ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાંથી આગળ વધી શકી નહોતી. વિરાટ કોહલી જાહેરમાં તેનાં વખાણ કરીને તેને કોચપદે વધુ એક વખત ઇચ્છે છે એને જોતાં તે કોચ ન બને તો જ નવાઈ.
શાસ્ત્રી સ્કાઇપ દ્વારા ઇન્ટરવ્યુ આપે એવી શક્યતા છે, જ્યારે રાજપૂત, હેસન અને રૉબિન સિંહ પોતે ઑફિસમાં આવીને ઇન્ટરવ્યુ આપી શકે છે. ટૉમ મુડી અને રાજપૂત ઘણી વખત ભારતની ટીમના કોચ બનવા ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છે, પણ તેમને નિરાશા હાથ લાગી
છે. ટૉમ મૂડી આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ તરીકે સફળ રહ્યો છે.
૮૦ ટેસ્ટ અને ૧૫૦ વન-ડે પ્લેયર તરીકે ભારતને રિપ્રેઝન્ટ કરનાર શાસ્ત્રીનો કૉન્ટ્રૅક્ટ વર્લ્ડ કપ સુધી હતો, પણ તેને ૪૫ દિવસનું એક્સટેન્શન મળતાં તે વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર ગયો હતો.

ravi shastri sports news