રાશિદ લતીફની પાક ક્રિકેટ બોર્ડને વિનંતી,પોતાના વર્તનથી જાતને બદનામ ન કર

09 December, 2019 09:51 AM IST  |  Lahore

રાશિદ લતીફની પાક ક્રિકેટ બોર્ડને વિનંતી,પોતાના વર્તનથી જાતને બદનામ ન કર

રાશિદ લતીફ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને વિકેટકીપર રાશિદ લતીફે હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પોતાની જ મજાક ન બનાવવાની વિનંતી કરી છે.
વાસ્તવમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ૧૬ વર્ષના નસીમ શાહે ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અન્ડર-૧૯ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નસીમનો સમાવેશ એ ટીમમાં કર્યો હતો. આ વાતથી નારાજ થઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મહેણું મારતાં રાશિદે કહ્યું હતું, ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્લેયર અન્ડર-૧૯માં રમવા જઈ રહ્યા છે અને અન્ડર-૧૯ના પ્લેયરો અન્ડર-૧૬માં, અન્ડર-૧૬ના પ્લેયરો અન્ડર-૧૩માં જ્યારે અન્ડર-૧૩ના પ્લેયરો પોતાની મમ્મીના ખોળામાં પાછા જઈ રહ્યા છે. મહેરબાની કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મારી વિનંતી છે કે પોતાના હાથે પોતાની મજાક ન બનાવે.’
જોકે નસીમ સંદર્ભે પાકિસ્તાનના ઓપનર અને  ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર મોહસીન ખાને પણ વિરોધ નોંધાવ્યો હતો.

pakistan sports news