06 May, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ મૅચમાં ત્રણ પ્લેયર્સ નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યા હતા
IPL 2025માં ગયા શનિવાર અને રવિવારની મૅચમાં નર્વસ નાઇન્ટીની અનોખી હૅટ-ટ્રિક થઈ હતી. બન્ને દિવસ મળીને રમાયેલી ત્રણ મૅચમાં ત્રણ પ્લેયર્સ નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યા હતા. IPL ઇતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી.
શનિવારે સાંજે ચેન્નઈ સુપર કિંગ્સનો ઓપનર આયુષ મ્હાત્રે (૪૮ બૉલમાં ૯૪ રન) રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે, રવિવારે બપોરે રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન રિયાન પરાગ (૪૫ બૉલમાં ૯૫ રન) કોલકાતા નાઇટ રાઇડર્સ સામે અને રવિવારે સાંજે પંજાબ કિંગ્સનો ઓપનર પ્રભસિમરન સિંહ (૪૮ બૉલમાં ૯૧ રન) લખનઉ સુપર જાયન્ટ્સ સામે ત્રિપલ ડિજિટના સ્કોરની નજીક પહોંચીને આઉટ થયા હતા.