રણજી ટ્રોફીઃ મુંબઈ અને સૌરાષ્ટ્રની મૅચ રોમાંચક ડ્રૉ

14 February, 2019 02:25 PM IST  | 

રણજી ટ્રોફીઃ મુંબઈ અને સૌરાષ્ટ્રની મૅચ રોમાંચક ડ્રૉ

રોમાંચક મેચ છેલ્લે થઈ ડ્રો


ગઈ કાલે વાનખેડેમાં રમાયેલી રણજી ટ્રોફીની મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચેની મૅચમાં કોઈ પણ જીતે એવી શક્યતા હતી, પરંતુ આખરે રોમાંચક ડ્રૉમાં પરિણમી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૬ રનની લીડ લેનાર મુંબઈએ સવારે ૮ વિકેટે ૨૩૮ રને દાવ ડિકલેર કરતાં સૌરાષ્ટ્રને વિજય માટે ૭૨ ઓવરમાં ૨૮૫ રન કરવાના હતા. જવાબમાં ૭૯ રનમાં બે વિકેટ ગુમાવનાર સૌરાષ્ટ્રની ટીમ વિશ્વરાજ સિંહ જાડેજા (૭૧) અને શેલ્ડન જૅક્સન (૫૭) વચ્ચે થયેલી ૧૧૩ રનની પાર્ટનરશિપને કારણે લક્ષ્યાંકની નજીક પહોંચી હતી, પરંતુ ૧૨૭ અને ૧૮ રન બનાવી મૅન ઑફ ધ મૅચ બનેલા મુંબઈના જય બિસ્તએ પૉઇન્ટ પરથી ડાયરેક્ટ થ્રો કરીને જાડેજાને રનઆઉટ કર્યો હતો.

 

 

ત્યાર બાદ મિનાદ માંજરેકરે જૅક્સન અને પ્રેરક માંકડ (૨૪)ની મહkવની વિકેટ લીધી હોવાથી મુંબઈ પણ જીતે એવી શક્યતા હતી. સૌરાષ્ટ્રને એક સમયે જીત માટે ૧૦ ઓવરમાં ૫૫ રન કરવાના હતા. છેલ્લી ઓવરમાં ચાર બૉલ નાખ્યા બાદ મૅચ ડ્રૉ જાહેર કરવામાં આવી હતી, કારણ કે ત્યારે બે બૉલમાં સૌરાષ્ટ્રના ૧૯ રન બાકી હતા. સૌરાષ્ટ્રએ ૭ વિકેટ ગુમાવીને ૨૬૬ રન કર્યા હતા.

ranji trophy mumbai ranji team saurashtra cricket news sports news