બીજા દિવસના અંતે મુંબઈ સામે સૌરાષ્ટ્ર હજી ૧૮૧ રનથી પાછળ

14 February, 2019 02:17 PM IST  |  મુંબઈ

બીજા દિવસના અંતે મુંબઈ સામે સૌરાષ્ટ્ર હજી ૧૮૧ રનથી પાછળ

મુંબઈનો કેપ્ટન સિદ્ધેશ લાડ

ભારતની પ્રતિષ્ઠિત ફસ્ર્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીના સાતમા રાઉન્ડની એલીટ ગ્રુપ-ખ્ વિભાગની મૅચના બીજા દિવસે સૌરાષ્ટ્રે મુંબઈના ૩૯૪ રન સામે પાંચ વિકેટે ૨૧૩ રન બનાવ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મૅચમાં ગઈ કાલે સૌરાષ્ટ્રના શેલ્ડન જૅક્સને ૮ ફોર અને ૩ સિક્સરની મદદથી હાઇએસ્ટ ૯૫ રન બનાવ્યા હતા. મુંબઈના રોયસ્ટન ડાયસ અને મિનાદ માંજરેકરે બે-બે વિકેટ લીધી હતી. પહેલા દિવસે મૂળ નેપાળના જય ગોકુળ બિસ્ટાએ શાનદાર ૧૨૭, રણજી ડેબ્યુટન્ટ વિક્રાંત વિલાસ ઓટીએ ૧૫૩ બૉલમાં ૫૭ અને પછી ગઈ કાલે કૅપ્ટન સિદ્ધેશ લાડે ૧૦૮ રન બનાવ્યા હતા.

અન્ય મૅચમાં કર્ણાટકે રેલવે સામે ૧૧૨ રનની લીડ લીધી છે. પહેલી ઇનિંગ્સમાં કર્ણાટકના ૨૪૩ રન સામે રેલવેની ટીમ ૧૪૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં કર્ણાટકે ૧૪ ઓવરમાં વિના વિકેટે ૪૧ રન બનાવ્યા હતા.

નાગપુરમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન વિદર્ભની ટીમ ૮૩ રનથી પાછળ છે. ૨૦૧૭ની રણજી ચૅમ્પિયન ગુજરાતના ૩૨૧ રન સામે વિદર્ભે ૬૯ ઓવરમાં ૩ વિકેટે ૨૩૮ રન બનાવ્યા હતા. વિદર્ભ વતી ૪૦ વર્ષના વસિમ જાફરે ૧૭૫ બૉલમાં ૧૩ ફોર અને ૨ સિક્સરની મદદથી ૧૨૬ રન ફટકાર્યા હતા.

ranji trophy mumbai saurashtra cricket news sports news