રણજી ટ્રોફીઃ ઉત્તર પ્રદેશ સામે સૌરાષ્ટ્ર સંકટમાં

14 February, 2019 07:08 PM IST  | 

રણજી ટ્રોફીઃ ઉત્તર પ્રદેશ સામે સૌરાષ્ટ્ર સંકટમાં

ચેતેશ્વર પૂજારા

લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશના શિવમ માવીની ત્રણ વિકેટ અને અંકિત રાજપૂત-યશ દયાલની બે-બે વિકેટને કારણે સૌરાષ્ટ્રએ 170 રનના ટોટલે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને હજી 215 રનથી પાછળ છે. રણજી ટ્રોફીની બીજી ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ઉત્તર પ્રદેશે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરતાં નંબર 6 રિન્કુ સિંહના 150, સૌરભ કુમારના ૫૫ અને શિવમ માવીના 42 રનની મદદથી 385 રન બનાવ્યા હતા. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર ચેતેશ્વર પુજારા ફક્ત 11 રન બનાવી શક્યો હતો. 215 રનની લીડને જોતાં જો મૅચ ડ્રૉ થાય તો પણ પહેલી ઇનિંગ્સની લીડના આધારે ઉત્તર પ્રદેશની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ રણજી ટ્રોફીઃગુજરાતના રુસ કાલરિયાએ બ્રોકન હૅટ-ટ્રિક લીધી

નાગપુરમાં ચાલી રહેલી પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં વિદર્ભ (એક વિકેટે 260) ઉત્તરાખંડ (355) સામે 95 રનથી પાછળ છે. બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રાજસ્થાન (224 અને વિના વિકેટે 11 રન) કર્ણાટક (263) સામે બીજી ઇનિંગ્સમાં ફક્ત 28 રનથી પાછળ છે. કેરળ (9 વિકેટે 185 અને 171) ગુજરાત (162) સામે 194 રનથી આગળ છે.

ranji trophy cheteshwar pujara saurashtra uttar pradesh cricket news sports news