✕

મુંબઈએ હરિયાણા સામે ૪૩૦ રન ઝૂડ્યા, બીજા દિવસે ૩૨૨ રનની લીડ જાળવી રાખી

28 October, 2026 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૫ વર્ષના નેહાલ પજનીએ પોતાની પહેલી જ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચમાં ઓપનિંગ દરમ્યાન ૩૪૯ ઓવરમાં ૨૪ ફોર અને બે સિક્સની મદદથી ૨૨૨ રન કર્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યજમાન મુંબઈએ રણજી ટ્રોફીની ત્રીજા રાઉન્ડની મૅચના બીજા દિવસે પણ હરિયાણા સામે દબદબો જાળવી રાખ્યો હતો. મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં ૧૩૦.૩ ઓવર રમીને ૪૩૦ રને ૧૦ વિકેટ ગુમાવી હતી. બીજા દિવસના અંતે હરિયાણાએ ૩૯ ઓવરમાં ૧૦૮ રન કરીને બે વિકેટ ગુમાવી હતી. તેઓ હજી યજમાન ટીમથી ૩૨૨ રનથી પાછળ છે. 

સારાંશ જૈને બિહાર સામે ૧૩ વિકેટ લઈને મધ્ય પ્રદેશને જીત અપાવી; આયુષ બડોનીએ ડબલ, પ્રિયાંશુ મોલિયાએ ટ્રિપલ સેન્ચુરી ફટકારી

ભારતીય સ્પિનર સારાંશ જૈને ૮૯ રન આપીને ૧૩ વિકેટ લઈ બિહાર સામે મધ્ય પ્રદેશને એક ઇનિંગ્સ અને ૧૭૪ રને જીત અપાવી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં ૭ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લઈને બે દિવસમાં મૅચ પૂરી કરાવી હતી. બિહારના ૯૯ રન સામે મધ્ય પ્રદેશે બે સદીની મદદથી ૪૦૭-૮ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં બિહારે ૩૪ ઓવરમાં ૧૩૪ રને ૧૦ વિકેટ ગુમાવી હતી. 
ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે બરોડાએ બીજા દિવસના અંતે ૧૬૯ ઓવર રમીને પહેલી ઇનિંગ્સમાં ૬૧૬-૧૦નો સ્કોર કર્યો હતો. બરોડા માટે ત્રીજા ક્રમે રમવા આવીને પ્રિયાંશુ મોલિયાએ ૪૯૨ બૉલમાં ૩૬ ફોર અને એક સિક્સની મદદથી અણનમ ૩૨૧ રન કર્યા હતા. મહેશ પીઠિયાએ ૨૧૪ બૉલમાં ૬ ફોર, બે સિક્સની મદદથી ૧૦૨ રનનું યોગદાન આપ્યું હતું. 
દિલ્હીના કૅપ્ટન આયુષ બડોનીએ સતત બીજી ડબલ સેન્ચુરી ફટકારી છે. રાંચીમાં આયુષ બડોનીના ૨૨૮ બૉલમાં ૧૯ ફોર, ૩ સિક્સના આધારે અણનમ ૨૧૦ રન અને સુમિત માથુરના ૨૫૩ બૉલમાં અણનમ ૧૫૩ રનની મદદથી દિલ્હીએ ૧૩૦ બૉલમાં ૫૧૫-૩ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઝારખંડે બીજા દિવસના અંતે ૪૭ ઓવરમાં ૧૩૧-૪નો સ્કોર કર્યો હતો. 
ચંડીગઢે હિમાચલ પ્રદેશ સામે ૧૬૧ ઓવરમાં ૬૮૫-૫ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ૨૫ વર્ષના નેહાલ પજનીએ પોતાની પહેલી જ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ મૅચમાં ઓપનિંગ દરમ્યાન ૩૪૯ ઓવરમાં ૨૪ ફોર અને બે સિક્સની મદદથી ૨૨૨ રન કર્યા હતા. 

mumbai ranji team mumbai news mumbai haryana cricket news sports news sports