રણજી ટ્રોફીઃગુજરાતના રુસ કાલરિયાએ બ્રોકન હૅટ-ટ્રિક લીધી

14 February, 2019 07:09 PM IST  | 

રણજી ટ્રોફીઃગુજરાતના રુસ કાલરિયાએ બ્રોકન હૅટ-ટ્રિક લીધી

rush kalariya

કેરળના વયનાડ શહેરના કૃષ્ણાગિરિ સ્ટેડિયમમાં ચોથી રણજી ક્વૉર્ટર ફાઇનલના બીજા દિવસે ગુજરાતના રુશ કાલરિયાએ કેરળની ઇનિંગ્સની બાવનમી ઓવરના પાંચમા બૉલે સિજોમોન જોસેફ અને છઠ્ઠા બૉલે બાસિલ થમ્પીને આઉટ કર્યા હતા. 54મી ઓવરના પહેલા બૉલે તેણે નિધેશને આઉટ કરીને પોતાની બ્રોકન હૅટ-ટ્રિક પૂરી કરી હતી. તેણે 17ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી, જેને કારણે ગુજરાતને સેમી ફાઇનલમાં પહોંચવા માટે માત્ર 195 રનની જરૂર છે. ગુજરાત પહેલી ઇનિંગ્સમાં 192 રનમાં ઑલઆઉટ થયું હતું. ત્યાર બાદ કેરળને માત્ર 171નમાં જ ઑલઆઉટ કર્યું હતું.

આ પણ વાંચોઃ રણજી ટ્રોફી: ગુજરાત સામેની મેચમાં કેરળની વાપસી

cricket news gujarat ranji trophy sports news