03 February, 2026 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શાર્દૂલ ઠાકુર અને યશસ્વી જાયસવાલ મુંબઈ રણજી ટીમમાં પાછા ફર્યા છે. બન્નેને ૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી કર્ણાટક સામેની રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ માટે ૧૬ સભ્યોની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે. મુંબઈ પોતાનું રેકૉર્ડ ૪૩મું રણજી ટાઇટલ જીતવાના પ્રયાસ કરશે. ભારતના બન્ને સ્ટાર પ્લેયર્સ વિવિધ કારણોસર છેલ્લી કેટલીક મૅચો ગુમાવી હતી. રેગ્યુલર કૅપ્ટન શાર્દૂલ ઠાકુર ઇન્જરીને કારણે ગ્રુપ સ્ટેજની અંતિમ મૅચોમાં રમી શક્યો નહોતો, જ્યારે યશસ્વીની ઇન્જરીનું કારણ અજ્ઞાત છે. અહેવાલ અનુસાર ઇન્ટરનૅશનલ પ્રતિબદ્ધતાઓથી મુક્ત હોવા છતાં યશસ્વી મુંબઈ માટે ઉપલ્બધ ન રહ્યો એ વાતથી મુંબઈ ક્રિકેટ અસોસિએશન નાખુશ છે.