રણજીમાં મુંબઈ સામે પંજાબનો ધબડકો : જાડેજા ફરી ચમક્યો : પાર્થિવની સેન્ચુરી

09 October, 2015 05:42 AM IST  | 

રણજીમાં મુંબઈ સામે પંજાબનો ધબડકો : જાડેજા ફરી ચમક્યો : પાર્થિવની સેન્ચુરી

દિવસના અંત સુધીમાં મુંબઈએ બે વિકેટે ૧૦૩ રન બનાવી લીધા હતા. મુંબઈ વતી શાદૂર્લ ઠાકુર અને બલવિંદર સંધુએ ૪-૪ વિકેટ લીધી હતી. સ્ટાર યુવરાજ સિંહ ફક્ત ૧૧ રન જ બનાવી શક્યો હતો. મુંબઈએ બન્ને ઓપનરો ૪૧ રનમાં જ ગુમાવી દીધા હતા, પણ શ્રેયસ અય્યર (૬૧ અણનમ) અને સૂર્યકુમાર યાદવ (૧૬ અણનમ)એ બાજી સંભાળી લીધી હતી.

અન્ય મુકાબલોઓ પર એક નજર


રવીન્દ્ર જાડેજા પહેલી મૅચના પફોર્ર્મન્સને જાળવી રાખતાં ૭૧ રનમાં ૬ વિકેટ ઉપરાંત ૫૮ રન બનાવી સૌરાષ્ટ્રને ઝારખંડ સામે સલામત સ્થિતિમાં લઈ ગયો હતો. ઝારખંડની પહેલી ઇનિંગ્સના ૧૬૮ રનના જવાબમાં સૌરાષ્ટ્રે ૨૦૫ રન બનાવીને ૩૭ રનની લીડ લીધી હતી. ચેતેશ્વર પુજારાએ ૨૭ રન બનાવ્યા હતા. આંધ્ર પ્રદેશ સામે ગુજરાતે પાંચ વિકેટે ૨૫૦ રન બનાવ્યા હતા. ગુજરાતના કૅપ્ટન પાર્થિવ પટેલે શાનદાર સેન્ચુરી સાથે ૧૨૨ રન બનાવ્યા હતા.

રેલવેઝને ફક્ત ૧૬૬ રનમાં ઑલઆઉટ કરીને બરોડા એક વિકેટે ૧૧૮ રન બનાવીને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. હાર્દિક પંડ્યાએ ૬૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી.