17 April, 2023 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બીસીસીઆઇએ કરેલી જાહેરાત મુજબ હવેથી રણજી ટ્રોફી વિજેતા ટીમને કુલ પાંચ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. હાલ સુધી બે કરોડ રૂપિયાનું ઇનામ અપાતું હતું. રનર-અપ ટીમને ત્રણ કરોડ રૂપિયા અને સેમી ફાઇનલ હારી જનારી ટીમને એક કરોડ રૂપિયા મળશે. સિનિયર વિમેન વિનર્સ ટીમને કુલ ૬ લાખને બદલે હવેથી ૫૦ લાખ રૂપિયા મળશે અને રનર-અપ ટીમને પચીસ લાખ રૂપિયા મળશે. ઈરાની કપ વિજેતા ટીમનું ઇનામ પચીસ લાખ રૂપિયાથી બમણું કરીને ૫૦ લાખ રૂપિયા કરાયું છે, જ્યારે રનર-અપ ટીમને અત્યારે કંઈ નથી મળતું, પરંતુ હવેથી પચીસ લાખ રૂપિયા મળશે. દુલીપ ટ્રોફીની વિજેતા ટીમને એક કરોડ મળશે. દેવધર ટ્રોફીની વિજેતા ટીમને ૪૦ લાખ રૂપિયા મળશે.