રાજસ્થાને સ્મિથને કર્યો રિલીઝ, સૅમસન હશે નવો કૅપ્ટન

21 January, 2021 04:45 PM IST  |  Mumbai | Agencies

રાજસ્થાને સ્મિથને કર્યો રિલીઝ, સૅમસન હશે નવો કૅપ્ટન

રાજસ્થાને સ્મિથને કર્યો રિલીઝ, સૅમસન હશે નવો કૅપ્ટન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગમી સીઝન માટે દરેક ફ્રૅન્ચાઇઝીઓએ વધુ એક પગલું માંડ્યું છે અને કેટલાક દિગ્ગજ પ્લેયરોને રિલીઝ કરી દીધા છે.
ઑસ્ટ્રેલિયન ટીમના ધુરંધર પ્લેયર ઍરોન ફિન્ચને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરે રિલીઝ કરી દીધો છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સે તેમના કૅપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે બહારનો રસ્તો બતાડતાં રિલીઝ કર્યો છે. આઇપીએલમાં પાંચ વખત ચૅમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર પ્લેયર લસિથ મલિંગાને રિલીઝ કરી દીધો છે. સામા પક્ષે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સે પાછલી આઇપીએલ ન રમી શકનારા સુરેશ રૈનાને રિટેન કર્યો છે.
ફિન્ચ થયો ફેલ
પાછલી આઇપીએલની સીઝનમાં બૅન્ગ્લોર વતી રમતાં ઍરોન ફિન્ચે નબળું પ્રદર્શન કર્યું હોવાને લીધે ટીમે તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. ફિન્ચે ૧૨ મૅચમાં માત્ર ૨૬૮ રન બનાવ્યા હતા.
સ્મિથને સ્થાને સંજુ સૅમસન
રાજસ્થાનની ટીમે એક બાજુ જ્યાં સ્ટીવ સ્મિથને કૅપ્ટન તરીકે છૂટો કર્યો છે ત્યાં ભારતીય પ્લેયર સંજુ સૅમસનને રાજસ્થાનની કપ્તાની આપવામાં આવી છે. સંજુ સૅમસનને આ કપ્તાની સોંપતાં રાજસ્થાનની ટીમના માલિક મનોજ બદાલેએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
ફ્લૉપ મૅક્સવેલ બહાર
પંજાબે ઘણી આશાઓ સાથે ગ્લેન મૅક્સવેલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પણ ગયા વર્ષે આઇપીએલની ૧૩ મૅચમાં તે માત્ર ૧૦૮ રન જ બનાવી શક્યો હતો. બોલર તરીકે પણ તેણે માત્ર ત્રણ વિકેટ લીધી હતી. મૅક્સવેલના આ નબળા પ્રદર્શનને લીધે ટીમે તેને આ વર્ષની આઇપીએલ માટે રિલીઝ કરી દીધો છે.

કોણે કોને કર્યા રિલીઝ

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (૧૦ પ્લેયર્સ)
ગુરકીરત માન સિંહ, મોઇન અલી, પાર્થિવ પટેલ (તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્ત), પવન નેગી, શિવમ દુબે, ઉમેશ યાદવ, ઍરોન ફિન્ચ, ક્રિસ મૉરિસ, ડેલ સ્ટેન, ઈસરુ ઉદાના.
દિલ્હી કૅપિટલ્સ (૬ ખેલાડીઓ)
મોહિત શર્મા, તુષાર દેશપાંડે, કીમો પૉલ, સંદીપ લામિચ્ચને, ઍલેક્સ કૅરી, જેસન રૉય.
ચેન્નઈ સુપર કિંગ્સ (૬ ખેલાડીઓ)
શેન વૉટ્સન (નિવૃત્ત), મુરલી વિજય, કેદાર જાધવ, હરભજન સિંહ, પીયૂષ ચાવલા,
મોનુ સિંહ.
રાજસ્થાન રૉયલ્સ (૮ ખેલાડીઓ)
સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓસેન થોમસ, આકાશ સિંહ, વરુણ ઍરોન, ટૉમ કરેન, અનિરુદ્ધ જોશી, શશાંક સિંહ.
મુંબઈ ઇન્ડિયન્સ (૭ ખેલાડીઓ)
લસિથ મલિંગા, નૅથન કૉલ્ટર-નાઇલ, જેમ્સ પેટિન્સન, શેર્ફને રૂધરફોર્ડ, મિચેલ મૅક્‍ક્લેનૅઘન, દિગ્વિજય દેશમુખ, પ્રિન્સ બળવંત રાય સિંહ.
સનરાઇઝર્સ હૈદરાબાદ (૫ ખેલાડીઓ)
બિલી સ્ટેનલેક, ફેબિયન એલન, સંજય યાદવ, બાવનકા સંદીપ, વાય પૃથ્વી રાજ
કિંગ્સ ઇલેવન પંજાબ (૯ ખેલાડીઓ)
ગ્લેન મૅક્સવેલ, શેલ્ડન કૉટ્રેલ, ક્રિષ્ણપ્પા ગૌતમ, મુજિબુર રહેમાન, જેમ્સ નીશામ, હર્ડસ વલજોન, કરુણ નાયર, જગદીશ સુચીથ, તેજિન્દર સિંહ.
કોલકાતા નાઇટ રાઇડર્સ (૬ ખેલાડીઓ)
નિખિલ નાઇક, સિદ્ધેશ લાડ, એમ. સિદ્ધાર્થ, ટૉમ બેન્ટન, ક્રિસ ગ્રીન, હેરી ગુર્ની.

cricket news sports sports news