રૈનાના ટ્વિટર પેજ પર પાકિસ્તાનની હાંસી ઉડાવતી કમેન્ટથી સનસનાટી

06 October, 2012 06:46 AM IST  | 

રૈનાના ટ્વિટર પેજ પર પાકિસ્તાનની હાંસી ઉડાવતી કમેન્ટથી સનસનાટી


થોડી જ વારમાં એ ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. જોકે રૈનાએ ગઈ કાલે એ ટ્વીટ તેણે નહીં પણ તેના ભત્રીજાએ કર્યું હોવાનો ખુલાસો કરવો પડ્યો હતો.

રૈનાના ટ્વિટર પેજ પર આ પ્રમાણે લખવામાં આવ્યું હતું : ‘એક દો દિન લેટ ગયે ઘર!!! વો ભી બેશરમ કી તરહ ગયે... બાય બાય પાકિસ્તાન!!!’

રૈનાએ ટ્વિટર પર ખુલાસામાં લખ્યું હતું કે ‘સ્માર્ટ ફોન બહુ ડેન્જરસ છે એ મને ગઈ કાલે રાત્રે મારા પેજ પર મારા ભત્રીજાએ જે ટ્વીટ કર્યું એના પરથી સમજાઈ ગયું છે. હું સ્પોર્ટ્સમૅન છું અને ક્યારેય કોઈની હાંસી ન ઉડાવું. જો આ ટ્વીટથી કોઈને દુ:ખ થયું હોય તો હું ખૂબ દિલગીર છું.’