આવતી કાલે વરસાદ બની શકે વિલન

27 July, 2012 05:48 AM IST  | 

આવતી કાલે વરસાદ બની શકે વિલન

કોલંબો: બન્ને ટીમો એક-એક મૅચ જીતી છે. ગઈ કાલે ઇન્ડોર પ્રૅક્ટિસ વખતે લેફ્ટ-આર્મ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા બૅટિંગ કરતી વખતે બૉલ ગરદન પણ વાગતાં ઈજા પામ્યો હતો. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જોકે તેની ઇન્જરી ગંભીર ન હોવાનું મનાઈ રહ્યું છે. આવતી કાલની મૅચમાં ઓઝા રમશે કે નહીં એ વિશેનો નિર્ણય આજે પ્રૅક્ટિસ-સેશન બાદ લેવામાં આવશે. પહેલી બન્ને વન-ડેમાં ઓઝા કોઈ પ્રભાવ નહોતો પાડી શક્યો. તે બન્ને મૅચ મળીને ૬.૫ ઓવરમાં ૫૧ રન આપીને એક જ વિકેટ લઈ શક્યો હતો. ટીમમાં ઓઝા ઉપરાંત રવીચન્દ્ર અશ્વિન અને રાહુલ શર્મા બે સ્પેશ્યલિસ્ટ સ્પિનરો છે.

વરસાદનું વિધ્ન

હમ્બનટોટામાં બે મૅચ રમાયા બાદ હવે ત્રીજી અને ચોથી વન-ડે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે આવતી કાલની મહત્વની મૅચમાં વરસાદ વિલન બની શકે એમ છે અને ત્યાર બાદ મંગળવારની ચોથી વન-ડે વખતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.