01 February, 2026 09:35 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
મૅચની શરૂઆતમાં વરસાદને કારણે ૧૭-૧૭ ઓવરની રમત રમવાનો નિર્ણય થયો
શુક્રવારે યજમાન શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૩ T20 મૅચની સિરીઝ શરૂ થઈ હતી. મૅચની શરૂઆતમાં વરસાદને કારણે ૧૭-૧૭ ઓવરની રમત રમવાનો નિર્ણય થયો. શ્રીલંકાની ટીમ સૅમ કરૅનની હૅટ-ટ્રિક અને આદિલ રશીદની ૩ વિકેટને કારણે ૧૬.૨ ઓવરમાં ૧૩૩ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડે જ્યારે ૧૫ ઓવરમાં ૧૨૫-૪નો સ્કોર કર્યો ત્યારે વરસાદનું વિઘ્ન ફરી નડ્યું અને રમત શરૂ ન થઈ. અંતે અંગ્રેજ ટીમ DLS મેથડથી ૧૧ રને વિજેતા જાહેર થઈ હતી.
T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ૬ દિવસ બાકી છે ત્યારે શ્રીલંકાના વરસાદે ક્રિકેટ-ફૅન્સની ચિંતા વધારી છે. વરસાદને કારણે સહ-યજમાન શ્રીલંકામાં આયોજિત મૅચ પ્રભાવિત થઈ શકે છે.
ગયા વર્ષ વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ સમયે પણ શ્રીલંકામાં રમાયેલી મોટા ભાગની મૅચમાં વરસાદની અસર જોવા મળી હતી. આગામી વર્લ્ડ કપની ૨૦ જેટલી મૅચ શ્રીલંકામાં રમાવાની છે.