રાહુલ દ્રવિડના શબ્દોને લીધે હું મહેનત કરી જ રહ્યો હતો : મયંક અગરવાલ

20 May, 2020 08:51 AM IST  |  Bangalore | Agencies

રાહુલ દ્રવિડના શબ્દોને લીધે હું મહેનત કરી જ રહ્યો હતો : મયંક અગરવાલ

મયંક અગરવાલ

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઓપનર મયંક અગરવાલે તાજેતરમાં રાહુલ દ્રવિડે આપેલી સલાહને યાદ કરી છે. ૨૦૧૮-’૧૯માં મયંકે ઑસ્ટ્રેલિયા સામે પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને તે ૭૬ રનની પારી રમ્યો હતો. તેણે ૧૭ ઇનિંગમાં કુલ ૯૭૪ રન બનાવી લીધા હતા અને પોતાની તૂફાની ગેમનો પરચો આપ્યો હતો. દ્રવિડ સાથેની વાત યાદ કરતાં મયંકે કહ્યું કે ‘મને રણજી ટ્રોફી અને ઇન્ડિયા ‘એ’ માટે રમતી વખતે રન મળતા હતા. મેં રાહુલભાઈને વાત પણ કરી કે મારું સિલેક્શન નથી થઈ રહ્યું. મને બરાબર યાદ છે કે રાહુલભાઈએ મને કહ્યું હતું કે જો મયંક, મહેનત કરવી કે નહીં એ આપણા હાથમાં છે. તે મહેનત કરી છે માટે તું અહીં છે. તારે ગેમની કેટલું નજીક જવું છે એ તારા પર નિર્ભર કરે છે. તેમની આ વાતથી હું સંપૂર્ણપણે સહમત છું. થિયોરોટિકલી તમે સમજી જાઓ પણ પ્રૅક્ટિકલી એ ઘણું અઘરું છે. જો આવતા ઑક્ટોબર અને નવેમ્બર પણ સપ્ટેમ્બર જેવા હોવાનું ધારીને ચાલશો તો તમારા મનમાં નકારાત્મક ફીલિંગ જન્મશે. માટે આ વાતાવરણમાંથી બહાર આવવાનું તમારા પોતાના હાથમાં છે. મને જ્યારે ફોન આવ્યો કે ટીમમાં મારું સિલેક્શન થયું છે ત્યારે સૌથી પહેલો ફોન મેં રાહુલભાઈને કર્યો અને તેમનો આભાર માન્યો હતો.‍’

mayank agarwal rahul dravid cricket news sports news