ભારત પાસે મિડલ-ઓવરોમાં વિકેટ લેનારા બોલરો છે એેનો લાભ થશે : દ્રવિડ

19 May, 2019 11:05 AM IST  |  મુંબઈ

ભારત પાસે મિડલ-ઓવરોમાં વિકેટ લેનારા બોલરો છે એેનો લાભ થશે : દ્રવિડ

રાહુલ દ્રવિડ (File Photo)

૧૯૯૯ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સૌરવ ગાંગુલી સાથે ૩૩૧ રનની પાર્ટનરશિપ કરનાર ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડે મુંબઈમાં સ્ટાર રી-ઇમેજિંગ ઇન્ડિયા-૨૦૧૯ના અવૉર્ડ ફંક્શનમાં મીડિયાને કહ્યું કે ‘૩૦ મેથી શરૂ થનારા હાઈ-સ્કોરિંગ વર્લ્ડ કપમાં ભારત પાસે મિડલ-ઓવરોમાં વિકેટ લઈ શકે એવા સારા બોલરો છે એનો ફાયદો થશે. ગયા વર્ષે ભારતની નૅશનલ અને ‘એ’ ટીમના ખેલાડીઓ આખી સિરીઝ રમ્યા હતા એ અનુભવનો ફાયદો થશે. આ હાઈ-સ્કોરિંગ વર્લ્ડ કપમાં ભારત પાસે જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા બોલરો હોય તો હરીફ ટીમને નિયંત્રણમાં રાખી શકાય.

આ પણ વાંચોઃ વન-ડે વર્લ્ડ કપ શરૂ થાય છે ત્યારે જાણીએ કેટલાક ઇન્ટરેસ્ટિંગ પાસાં

આ મુશ્કેલ વર્લ્ડ કપ રહી શકે, કારણ કે દરેક ટીમ જોરદાર પ્રૅક્ટિસ કરીને ઇંગ્લૅન્ડ આવી છે. ભારત સેમી ફાઇનલમાં આરામથી પહોંચશે. જે ટીમ સારી બોલિંગ કરશે એનો વર્લ્ડ કપ જીતવાનો ચાન્સ વધારે રહેશે.’

rahul dravid team india sports news world cup 2019 cricket news