રાહુલ દ્રવિડને જ અસલી ગુરુ માનતો હતો કેવિન પીટરસન

13 October, 2014 06:23 AM IST  | 

રાહુલ દ્રવિડને જ અસલી ગુરુ માનતો હતો કેવિન પીટરસન




ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન કેવિન પીટરસનની કરીઅર દરમ્યાન પોતાના કોચ સાથે બહુ સારા સંબધો નથી રહ્યા. તે સમયે અસલી ગુરુ શોધવાની પીટરસનની કવાયત ભારતમાં પૂરી થઈ હતી. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ દ્રવિડે પીટરસનની ટેક્નિક પર બહુ મોટી અસર પાડી હતી. પોતાની આત્મકથા ‘કેપી’માં પીટરસને ભારતના આ બૅટ્સમૅન સાથે થયેલી ફૂ-મેઇલની વાત વિસ્તારપૂર્વક કરી હતી. જેમાં રાહુલ દ્રવિડે સ્પિનરો સામે કઈ રીતે રમવું એ વાત જણાવી હતી. જેના કારણે તેની રમતમાં ઘણો સુધારો આવ્યો હતો.

પીટરસને પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે ‘રાહુલ પોતાના દિવસો દરમ્યાન મહાન તથા અજોડ બૅટ્સમૅન હતો. સ્પિન બોલરો સામે રમવામાં તે જિનિયસ હતો. રાહુલે મારી રમતને સુધારી. રમત પ્રત્યે મારા વિચારને વિકસિત કરવામાં મદદ કરી. તે હંમેશાં મારા પ્રત્યે ઉદાર રહ્યો.’ 

પીટરસને એક ફૂ-મેઇલની વાત કરી છે, જેમાં રાહુલે તેને ચૅમ્પિયન ગણાવ્યો હતો અને તેને કેટલીક ટેક્નિક શીખવી હતી. રાહુલ દ્રવિડે લખ્યું હતું કે ‘કેપી તું એક સારો ખેલાડી છે. તારે બૉલને સરખી રીતે જોવાની તથા જાત પર વિશ્વાસ મૂકવાની જરૂર છે. કોઈને પણ એવી તક ન આપવી કે તું સ્પિન સામે રમી શકતો નથી. મેં તને રમતા જોયો છે. તું સ્પિન સામે રમી શકે છે.’

પીટરસને લખ્યું છે કે ‘હું ઘણી વખત આ ફૂ-મેઇલને વાંચતો હતો. જેને કારણે મારા ચહેરા પર સ્મિત આવી જતું. ત્ભ્ન્માં સમય વિતાવવાને કારણે અને એમાં પણ રાહુલ દ્રવિડ સાથે વાતચીત કરવાને કારણે સ્પિન સામે રમવાની મારી ક્ષમતા ઘણી વધી ગઈ હતી.’