રાહત-બાબરે પાકિસ્તાનને અપાવી ૩૦૪ રનની લીડ

12 November, 2014 05:59 AM IST  | 

રાહત-બાબરે પાકિસ્તાનને અપાવી ૩૦૪ રનની લીડ


ફાસ્ટ બોલર રાહત અલીએ બાવીસ રન આપીને લીધેલી ચાર વિકેટને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. જોકે ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅન ટૉમ લૅથૅમે પહેલી સદી ફટકારી હતી. રાહત અલીના રિવર્સ સ્વિંગને લીધે ન્યુ ઝીલૅન્ડ મૅચના ત્રીજા દિવસે ૨૬૨ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ડાબોડી સ્પિનર ઝુલ્ફિકાર બાબરે પણ ૭૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

ત્રણ વિકેટે ૫૬૬ રન કરીને દાવ ડિક્લેર કરનાર પાકિસ્તાને ફૉલોઑન આપવાને બદલે બૅટિંગ કરવાનું પસંદ કરતાં ૩૦૪ રનની લીડમાં ૧૫ રનનો ઉમેરો કરતાં કુલ ૩૧૯ રનની લીડ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડના ટૉમ લૅથૅમે એકમાત્ર પ્રતિકાર કરતાં ૨૨૨ બૉલમાં ૧૦૩ રન કર્યા હતા.