મેલબર્નમાં ફટકારીશ ડબલ સેન્ચુરીઃરહાણે

14 February, 2019 02:26 PM IST  | 

મેલબર્નમાં ફટકારીશ ડબલ સેન્ચુરીઃરહાણે

વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણે

ભારતના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘લય અને વળતો જવાબ આપવાની માનસિકતા સાથે બુધવારથી શરૂ થનારી બૉક્સિંગ ડે ટેસ્ટમાં સદી જ નહીં, ડબલ સેન્ચુરી પણ લગાવીશ.’

રહાણેએ અત્યાર સુધી બે ટેસ્ટમાં બે હાફ સેન્ચુરીની મદદથી ૧૬૪ રન બનાવ્યા છે. ગયા વર્ષે કોલંબોમાં શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ ત્રણ આંકડામાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘જે પ્રકારની બૅટિંગ હું કરી રહ્યો છું એનાથી મને િïવશ્વાસ છે કે આ મૅચમાં આવું થશે. ઍડીલેડથી પર્થ સુધી મારો વળતો જવાબ આપવાની માનસિકતા હતી. હું જે પ્રકારની બૅટિંગ કરી રહ્યો છું  એટલે કદાચ સેન્ચુરી કે ડબલ સેન્ચુરી પણ બનાવી શકી છું. જોકે મારે આ વિશે વધુ ન વિચારવું જોઈએ. અત્યારે હું જે પ્રકારની બૅટિંગ કરી રહ્યો છું એને યથાવત્ રાખવી જોઈએ. હું એ પ્રકારની બૅટિંગ કરું જેનાથી ટીમને ફાયદો થાય. અંગત સિદ્ધિઓ તો બાદમાં પણ મેળવી શકાય.’

 

ભારત આ વર્ષે સાઉથ આફ્રિકામાં ૧-૨થી તો ઇંગ્લૅન્ડમાં ૧-૪થી હારી ગયું હતું જેનું મુખ્ય કારણ બૅટિંગ લાઇન-અપમાં સાતત્યનો અભાવ રહ્યો છે. રહાણેએ કહ્યું હતું કે ‘એક બૅટિંગ યુનિટ તરીકે અમારે બોલરોનું સમર્થન કરવાની જરૂર છે. સાઉથ આફ્રિકા પ્રવાસમાં ભારતીય બોલરો વિરોધી ટીમને બે વખત આઉટ કરી રહ્યા હતા. જો અમે બૅટ્સમેનો સારું રમત તો પરિણામ કંઈક અલગ હોત.’

ajinkya rahane team india border-gavaskar trophy australia cricket news sports news