રંગભેદ ફક્ત ફુટબૉલમાં જ નહીં, ક્રિકેટમાં પણ છે : ગેઇલ

03 June, 2020 09:44 AM IST  |  New Delhi | Agencies

રંગભેદ ફક્ત ફુટબૉલમાં જ નહીં, ક્રિકેટમાં પણ છે : ગેઇલ

ક્રિસ ગેઇલ

અમેરિકામાં આફ્રિકન-અમેરિકન જ્યૉર્જ ફ્લૉઇડની હત્યાની ઘટનાને લીધે સૌકોઈનો આક્રોશ દુનિયા સમક્ષ ફૂટી નીકળ્યો છે. તેની યુવા પ્લેયર કોકો ગૌફ, ડૅરેન સૅમી બાદ હવે ક્રિસ ગેઇલનો ગુસ્સો પણ સોશ્યલ મીડિયા પર ઊભરાઈ આવ્યો છે. ગેઇલે કહ્યું કે ‘અશ્વેત લોકોનું જીવન પણ અન્ય લોકોનાં જીવન જેટલું જ મહત્ત્વનું છે. રંગભેદ કરનાર દરેક માણસોને અટકાવવા જરૂરી છે. મૂર્ખાઓએ લોકોને કાળા કહેવાનું બંધ કરવું જોઈએ. અમારા પોતાના કાળા લોકો જ બીજા કાળાઓને નીચે પાડવાનું કામ કરી રહ્યા છે. હું આખી દુનિયામાં ટ્રાવેલ કરું છું અને સાચું કહું તો મારા પ્રત્યે પણ મેં આ રંગભેદનો સામનો કર્યો છે, કારણ કે હું અશ્વેત છું. લિસ્ટ ઘણું લાંબું છે. રંગભેદની આ સમસ્યા માત્ર ફુટબૉલમાં જ નથી, ક્રિકેટમાં પણ છે. ખરું કહું તો તેમની અંદર પણ બ્લૅક મૅન તરીકે હું ઘણો થાકી જાઉં છું. બ્લૅક પાવરફુલ! બ્લૅક ઍન્ડ પ્રાઉડ.’

chris gayle cricket news sports news