મને હાલમાં ટેસ્ટ-કૅપ્ટન્સીનું પ્રેશર નથી જોઈતું : ડિકૉક

07 July, 2020 12:29 PM IST  |  Johannesburg | Agencies

મને હાલમાં ટેસ્ટ-કૅપ્ટન્સીનું પ્રેશર નથી જોઈતું : ડિકૉક

ક્વિન્ટન ડિકૉક

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના લિમિટેડ ઓવરના કૅપ્ટન ક્વિન્ટન ડિકૉકનું કહેવું છે કે હું હાલમાં ટેસ્ટ-કૅપ્ટન્સીનું પ્રેશર લેવા નથી ઇચ્છતો. આ વર્ષની શરૂઆતમાં જ ફૅફ ડુ પ્લેસિસની જગ્યાએ ક્વિન્ટન ડિકૉકને લિમિટેડ ઓવર્સમાં કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે હું ટેસ્ટ-કૅપ્ટન્સી નહીં કરું. આ વિશે તેણે તેના હેડ-કોચ માર્ક બાઉચર સાથે ચર્ચા કરી હતી. આ વિશે વાત કરતાં ડિકૉકે કહ્યું કે ‘મેં અને બાઉચરે આ વિશે ચર્ચા પણ કરી હતી. મેં તેને કહ્યું હતું કે મને નથી ખબર હું ટેસ્ટ-કૅપ્ટન્સીને લઈને શું ફીલ કરી રહ્યો છું. રિયલિટી એ છે કે મારા માટે આ બધું હૅન્ડલ કરવું ખૂબ મુશ્કેલ છે. હું એ જાણું છું અને મને એ રિયલાઇઝ પણ થયું છે. મને આવો બધો સ્ટ્રેસ હાલમાં નથી જોઈતો. મને કિલોમીટર દૂરથી દેખાય છે કે આ બધું મને હાલમાં મારા ખભા પર નથી જોઈતું. હું કોઈ એક્સ્ટ્રા પ્રેશર હાલમાં લેવા નથી માગતો.’

south africa cricket news sports news