પુજારા-રિઝવાનનું કાઉન્ટી ટીમમાં એકસાથે ડેબ્યુ

15 April, 2022 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ચેતેશ્વર પુજારા અને પાકિસ્તાનના વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને ગઈ કાલે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી ટીમમાં એકસાથે ડેબ્યુ કર્યું હતું.

પુજારા-રિઝવાનનું કાઉન્ટી ટીમમાં એકસાથે ડેબ્યુ

ભારતના ચેતેશ્વર પુજારા અને પાકિસ્તાનના વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને ગઈ કાલે ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી ટીમમાં એકસાથે ડેબ્યુ કર્યું હતું. ડર્બીશર સામેની આ મૅચમાં ગઈ કાલે પ્રથમ દિવસે ડર્બીશરે બૅટિંગ પસંદ કરી હતી અને રિઝવાને ટૉપ-ઑર્ડરના બે બૅટર્સના કૅચ પકડીને શરૂઆતમાં જ જોરદાર છાપ પાડી હતી. પુજારા આ પહેલાં ડર્બીશર, યૉર્કશર અને નૉટિંગહૅમશર ક્લબની ટીમ વતી પણ રમી ચૂક્યો છે. જોકે રિઝવાનની આ પહેલી કાઉન્ટી ટીમ છે.

cheteshwar pujara sports news ipl 2022