પુજારા વિથ પરિવાર

14 February, 2019 04:19 PM IST  |  રાજકોટ | Rashmin Shah

પુજારા વિથ પરિવાર

પત્ની અને પુત્રી સાથે પૂજારા

ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-સિરીઝ જિતાડવાનું શ્રેય એકલા હાથે પોતાના નામે કરીને મૅન ઑફ ધ સિરીઝ બનેલો ચેતેશ્વર પુજારા પાર્ટીનો નહીં પણ પરિવારનો માણસ છે અને એ તેણે લાખો વખત પુરવાર પણ કર્યું છે. ગઈ કાલે ચેતેશ્વરે પોતાની ફૅમિલી સાથે પોતાની આ સક્સેસ માણી હતી અને તેણે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીમાં ચેતેશ્વર સાથે તેના પપ્પા-કમ-કોચ અરવિંદ પુજારા, વાઇફ પૂજા અને દીકરી અદિતિ ઉપરાંત તેમના નજીકના ફૅમિલી-મેમ્બર પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ ફોટોઝમાં જુઓ કેવી છે પૂજારાની પર્સનલ લાઈફ 

ચેતેશ્વર તેના ગુરુદેવ હરિચરણદાસજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. પોતાની આ સફળતા પછી તે ગુરુદેવને મળવા પણ જવાનો છે. ચેતેશ્વરની દીકરીનું નામ પણ હરિચરણદાસજીએ જ પાડ્યું છે.

cheteshwar pujara team india australia border-gavaskar trophy cricket news sports news