31 March, 2026 03:41 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent
બૉલ-ટૅમ્પરિંગ બદલ PSL ડિફેન્ડિંગ ચૅમ્પિયન લાહોર કલંદર્સ પર પાંચ રનની પેનલ્ટી લાગી
પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ લાહોર કલંદર્સ પર બૉલ-ટૅમ્પરિંગનો ગંભીર આરોપ લાગ્યો છે. રવિવારે શાહીન આફ્રિદીની લાહોર કલંદર્સ ટીમે ડેવિડ વૉર્નરની કરાચી કિંગ્સને ૯ વિકેટ ગુમાવીને ૧૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૯.૩ ઓવરમાં કરાચીએ ૬ વિકેટે ૧૩૧ રન કરીને ૪ વિકેટે જીત નોંધાવી હતી.
ટાર્ગેટ ડિફેન્ડ કરતા સમયે હારિસ રઉફની ઓવરમાં કૅપ્ટન શાહીન આફ્રિદીની હાજરીમાં ફખર ઝમાને હાથથી બૉલનો આકાર બદલવાનો પ્રયાસ કર્યો હતો. અમ્પાયર્સે બૉલ-ટૅમ્પરિંગની ઘટના લાઇવ જોઈને બૉલની સ્થિતિમાં ફેરફાર કરવા બદલ ટીમ પર પાંચ રનનો દંડ ફટકાર્યો હતો. ફખર ઝમાન સહિત ટીમના ખેલાડીઓએ બૉલ-ટૅમ્પરિંગના આરોપ નકારી કાઢ્યા છે. આ બાબતે તપાસ ચાલી રહી છે અને ટુર્નામેન્ટના નિયમો અનુસાર ૩૫ વર્ષના ફખર ઝમાન પર એક-બે મૅચનો પ્રતિબંધનો દંડ લાગી શકે છે.