પૃથ્વી નૅચરલ સ્ટ્રૉક-પ્લેયર છે : કોહલી

27 February, 2020 04:03 PM IST  |  Mumbai Desk

પૃથ્વી નૅચરલ સ્ટ્રૉક-પ્લેયર છે : કોહલી

પૃથ્વી શૉના પર્ફોર્મન્સને લઇને સવાલો ઊઠી રહ્યા છે ત્યારે વિરાટ કોહલીનું કહેવું છે કે તે નૅચરલ સ્ટ્રૉક મારે છે. ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં અનુક્રમે ૧૬ અને ૧૪ રન કરનાર પૃથ્વી શૉ તેના પર્ફોર્મન્સને લઈને ટીકાનો શિકાર બન્યો હતો. આ વિશે વધુ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે ‘આ લેવલે આવીને હું શું ખોટું થયું હતું એની ચર્ચા નથી કરવા માગતો, કારણ કે મને કંઈ ખોટું લાગ્યું નહોતું. અમારા પ્લાનને કઈ રીતે સફળ બનાવવો એમાં તકલીફ પડી હતી. આ માત્ર વિકેટની પેસ સમજવાની અને કંડિશન પ્રમાણે રમવાની વાત છે. પૃથ્વીએ કેવી રીતે ગેમ રમવી એ તેના મગજમાં ક્લિયર છે. ખરું કહું તો તે એક ઘાતક પ્લેયર છે અને જ્યારે તે રમવાનું શરૂ કરશે ત્યારે એ મૅચનો રોમાંચ કંઈક અલગ જ હશે. કંડિશન સાથે સેટ થવા તેને સમય આપવાની જરૂર છે. તે જેમ-જેમ રન બનાવતો જશે એમ તેનામાં કા.ન્ફિડન્સ પણ આ‍વતો જશે. મેદાનમાં કઈ રીતે રમવું એ માટેની તૈયારી તેણે કરવી પડશે, પણ હા, તે એક નૅચરલ સ્ટ્રૉક-પ્લેયર છે. તે રન વધારે બનાવી શકે છે અને તેને ખબર છે કે વધારે રન કઈ રીતે બનાવાય.’

કોહલીએ ફરીથી આઇસીસી રૅન્કિંગમાં નંબર વનનો તાજ ગુમાવ્યો
ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીને ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચમાંના નબળા પ્રદર્શનને લીધે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આઇસીસી ટેસ્ટ પ્લેયરોની રૅન્કિંગમાં કોહલીએ નંબર વનનો તાજ ફરીથી ગુમાવી દીધો છે અને તે ૯૦૬ પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. પહેલા ક્રમે ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવન સ્મિથ ૯૧૧ પૉઇન્ટ્સ સાથે બનેલો છે. આ રૅન્કિંગમાં ટૉપ ૧૦ બૅટ્સમેનોમાં કોહલી ઉપરાંત અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા અને મયંક અગરવાલ અનુક્રમે ૭૬૦, ૭૫૭ અને ૭૨૭ પૉઇન્ટ્સ સાથે આઠમા, નવમા અને દસમા ક્રમે બનેલા છે.

cricket news sports sports news prithvi shaw