પોટુર્ગલમાં વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા નથી : ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

24 June, 2014 06:08 AM IST  | 

પોટુર્ગલમાં વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા નથી : ક્રિસ્ટિઆનો રોનાલ્ડો




મૅચની છેલ્લી કેટલીક સેકન્ડ દરમ્યાન સિલ્વેસ્ટર વરેલાએ કરેલા ગોલને કારણે પોટુર્ગલ અમેરિકા સામેની મૅચ ૨-૨થી ડ્રૉ કરીને પોતાની જાતને વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જતાં બચાવી શક્યું છે. ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના પાસ પર સિલ્વેસ્ટર વરેલાએ કરેલા ગોલ પહેલાં અમેરિકા ૨-૧થી આગળ હતું. પરિણામે પોટુર્ગલ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જાય એવી પરિસ્થિતિ હતી. પોટુર્ગલ પોતાની પહેલી મૅચમાં જર્મનીની સામે ૪-૦થી હારી ગયું હતું.

અમેરિકાના ડેમ્પ્સીએ ૮૧મી મિનિટમાં ગોલ કરીને અમેરિકાને નૉકઆઉટમાં પહોંચાડવાનો રસ્તો ખોલી દીધો હતો. જોકે સિલ્વેસ્ટર વરેલાને કારણે એમ થઈ શક્યું નહોતું. અમેરિકા માટે ડેમ્પ્સી પહેલાં જર્મેન જોન્સ તથા પોટુર્ગલ તરફથી પહેલો ગોલ નાનીએ કર્યો હતો. પોટુર્ગલના હેડ કોચ પોઉલો બેન્ટોએ સ્વીકાર્યું છે કે અમેરિકા સાથે મૅચ ડ્રૉ થતાં સેકન્ડ રાઉન્ડમાં પહોંચવાની તેમની શક્યતા ખૂબ જ ધૂંધળી છે. પોટુર્ગલની ટીમના કૅપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનું માનવું છે કે તેની ટીમ વર્લ્ડ કપ જીતી શકે એમ નથી. ટીમમાં ઘણી સમસ્યા છે. અત્યારે ગ્રુપ ઞ્માં જર્મની ટૉપ પર તથા અમેરિકા બીજા નંબરે છે.

પોટુર્ગલ ત્રીજા તથા ઘાના ચોથા ક્રમાંકે છે. જો જર્મની તથા અમેરિકાની મૅચ ડ્રૉ પણ જાય તો બન્ને ટીમો સેકન્ડ રાઉન્ડમાં પહોંચી જશે. વળી ઘાના સામેની મૅચમાં પોટુર્ગલે જોરદાર જીત મેળવવી પડશે.