સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોનાની ચપેટમાં, મેચમાંથી થયો બહાર

13 October, 2020 08:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોનાની ચપેટમાં, મેચમાંથી થયો બહાર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

કોરોના વાયરસ (COVID-19)એ વધુ એક રમતવીરને પોતાની ચપેટમાં લઈ લીધો છે. પોર્ટુગલનો દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) કોરોના સંક્રમિત થયો છે. મંગળવારે તેનો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સ્વીડનની વિરુદ્ધ થનારી મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે.

પોર્ટુગીઝ ફુટબોલર ફેડરેશને મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં  ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કોરોના થયો હોવાના સમાચારની પુષ્ટિ કરી છે. નિવેદનમાં લખ્યું છે કે, ‘ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને કોરોના પૉઝિટિવ મળી આવ્યા બાદ રાષ્ટ્રીય ટીમની સાથેની તાલીમમાથી બહાર કરી દેવામાં આવ્યા છે. તેથી તેઓ સ્વીડનની વિરુદ્ધ રમશે નહીં.'

તમને જણાવી દઈએ કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ ટીમની ચિંતા વધી ગઈ છે. કારણકે આખી ટીમે રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના 17 કલાક પહેલા જ સાથે ભોજન કર્યું હતું. રોનાલ્ડોએ તસવીર પણ શૅર કરી હતી.

જોકે, ફેડરેશન દ્વારા હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી કે ટીમના અન્ય કોઇ ખેલાડીનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે કે નહીં.

coronavirus covid19 sports sports news football cristiano ronaldo