બૉલ ટેમ્પરિંગને કારણે પૂરન ૪ મૅચ માટે સસ્પેન્ડ

14 November, 2019 01:01 PM IST  |  Mumbai

બૉલ ટેમ્પરિંગને કારણે પૂરન ૪ મૅચ માટે સસ્પેન્ડ

નિકોલસ પૂરન

વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર નિકોલસ પૂરનને બૉલ ટેમ્પરિંગના મામલે ચાર મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન સામે રમાયેલી ત્રીજી વન-ડે મૅચમાં તેણે બૉલ સાથે છેડછાડ કરી હતી જેના લીધે અમ્પાયરોએ આ સજા ફટકારી હતી. પૂરને બૉલની ઉપરની સરફેસ પર નખ મારી છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પૂરને આઇસીસીની આચારસંહિતા હેઠળ લેવલ ૩ આર્ટિકલ ૨.૧૪નું ઉલ્લંઘન કર્યું છે. આ અંગેની જાણકારી આઇસીસીએ અખબારી યાદી દ્વારા આપી હતી. જોકે પછીથી પૂરને પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય એવી બાંયધરી આપી હતી. વેસ્ટ ઇન્ડીઝ આ સિરીઝ ૩-૦થી જીત્યું હતું

west indies cricket news