પૉન્ટિંગ નથી ઇચ્છતો કે અશ્વિન બૅટ્સમૅનને માન્કડેડ કરે

21 August, 2020 01:09 PM IST  |  Mumbai | Agencies

પૉન્ટિંગ નથી ઇચ્છતો કે અશ્વિન બૅટ્સમૅનને માન્કડેડ કરે

પૉન્ટિંગ નથી ઇચ્છતો કે અશ્વિન બૅટ્સમૅનને માન્કડેડ કરે

રિકી પૉન્ટિંગે તાજેતરમાં જણાવ્યું હતું કે હું બૅટ્સમૅનને માન્કડેડ કરવાના સંદર્ભમાં રવિચંદ્રન અશ્વિન સાથે વાત કરીશ. પૉન્ટિંગ નથી ઇચ્છતો કે અશ્વિન આ રીતે કોઈને આઉટ કરે. રિકી પૉન્ટિંગ દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ તરીકે ફરજ બજાવે છે અને બૅટ્સમૅનને માન્કડેડ કરવા વિશે તે રવિચંદ્રન અશ્વિન સાથે ચર્ચા પણ કરી ચૂક્યો છે. ગયા વર્ષે આઇપીએલ દરમ્યાન કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મૅચમાં જોસ બટલરને રવિચંદ્રન અશ્વિને માન્કડેડ કર્યો હતો. માન્કડેડ નામ વિનુ માંકડના નામ પરથી આપવામાં આવ્યું હતું. બોલર બોલિંગ કરે એ પહેલાં બૅટ્સમૅન ક્રીઝની બહાર નીકળી જાય અને બોલર તેને રનઆઉટ કરે તો એને માન્કડેડ કર્યો કહેવાય. આ વિશે રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘હું સૌથી પહેલાં અશ્વિન સાથે આ મુદ્દે વાત કરીશ. તે ગયા વર્ષે અમારી ટીમમાં નહોતો. તે એક સારો પ્લેયર છે અને આઇપીએલમાં તેનો પર્ફોર્મન્સ પણ લાંબા સમયથી સારો રહ્યો છે. મેં મારા પ્લેયર્સને પણ કહ્યું કે જુઓ મને ખબર છે કે તે આવું ફરીથી કરી શકે છે, પણ હંમેશાં આ પ્રમાણે રમીને ગેમ જીતી ન શકાય. અમે આવું ક્યારેય નહીં કરીએ.’
જોકે બ્રૅડ હૉગનું કહેવું છે કે આવું કરવામાં કાંઈ ખોટું નથી. તેણે અશ્વિનને સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે બોલર સ્પિરિટ દેખાડીને વિકેટ ન લે, પરંતુ બૅટ્સમૅન એનો ફાયદો ઉઠાવીને રન લે એ સ્પોર્ટ્સમૅન સ્પિરિટ છે?‍’

cricket news sports sports news ricky ponting ravichandran ashwin