છ ગુજરાતી પ્લેયરોને આઇપીએલની ચાર ટીમોએ કર્યું બાય-બાય

02 November, 2012 05:42 AM IST  | 

છ ગુજરાતી પ્લેયરોને આઇપીએલની ચાર ટીમોએ કર્યું બાય-બાય



આઇપીએલની ટીમોએ ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી થયેલી ૩૧ ઑક્ટોબર સુધીમાં પોતે કયા પ્લેયરોને રીટેન નથી કરવા માગતી અને તેમને થોડા મહિના પછી યોજાનારી ૨૦૧૩ની ટુર્નામેન્ટની હરાજી માટે આપી દેવા માગે છે એના નામ જાહેર કર્યા છે. થોડા દિવસ પહેલાં રદ થયેલી ડેક્કન ચાર્જર્સની ટીમને ખરીદી લેનાર સન ટીવી નેટવર્કે આ ટીમના મોટા ભાગના પ્લેયરોને જાળવી રાખ્યા છે.

જોકે ૯ જાણીતા ખેલાડીઓને હરાજી માટે સોંપી દીધા છે.


૯ ટીમોએ કુલ મળીને ૧૭૯ ખેલાડીઓને રીટેન કર્યા છે. જોકે ટીમોએ જેમને ગુડબાય કરી છે એમાં છ ગુજરાતી પ્લેયરોનો સમાવેશ છે. આ છ ખેલાડીઓના નામ આ પ્રમાણે છે : જયદેવ ઉનડકટ તથા ચિરાગ જાની (કલકત્તા નાઇટ રાઇડર્સ), પીનલ શાહ (રાજસ્થાન રૉયલ્સ), જયદેવ શાહ (મુંબઈ ઇન્ડિયન્સ) તેમ જ કુલદીપ રાવલ તથા ઝફીર પટેલ (બન્ને દિલ્હી ડેરડેવિલ્સ).

કિંગ્સ ઇલેવન પંજાબે ભાર્ગવ ભટ્ટ અને ચેન્નઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને જાળવી રાખ્યો છે. ચેન્નઈએ આ વર્ષની હરાજીમાં જાડેજાને ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેને પર્ફોર્મન્સ નિરાશાજનક હતો. પાર્થિવને ડેક્કન ચાર્જર્સે આશરે પોણાત્રણ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનો પર્ફોર્મન્સ પણ આ વર્ષની આઇપીએલમાં બહુ સારો નહોતો. હવે તે સન ટીવી નેટવર્કની માલિકીની હૈદરાબાદની ટીમનો પ્લેયર થઈ ગયો છે.

સન ટીવીએ ડેક્કનના કયા જાણીતા પ્લેયરોને જાળવ્યા? કયા હરાજીમાં મૂક્યા?

કોને રીટેન કર્યા?

કુમાર સંગકારા, જીન-પૉલ ડુમિની, ડેલ સ્ટેન, કૅમેરન વાઇટ, ઇશાન્ત શર્મા, રસ્ટી થેરૉન, અભિષેક ઝુનઝુનવાલા, પાર્થિવ પટેલ, શિખર ધવન, અમિત મિશ્રા, આનંદ રાજન, આશિષ રેડ્ડી, ભારત ચિપલી, રવિ તેજા અને વીર પ્રતાપ સિંહ

કોને ઑક્શન માટે આપ્યા?

ડૅરેન બ્રાવો, ડેનિયલ ક્રિશ્ચિયન, મનપ્રીત ગોની, ડેનિયલ હૅરિસ, ઇશાન્ક જગ્ગી, તન્મય મિશ્રા, સની સોહલ, તન્મય શ્રીવાસ્તવ અને અજુર્ન યાદવ

કઈ ટીમે કયા જાણીતા પ્લેયરોને ઑક્શન માટે આપી દીધા?

મુંબઈ ઇન્ડિયન્સ

ડેવી જેકબ્સ, રિચર્ડ લીવી,

ક્લિન્ટ મકાય, થિસારા પરેરા અને જયદેવ શાહ

ચેન્નઈ સુપર કિંગ્સ

ડગ બોલિન્જર, જ્યૉર્જ બેઇલી, જોગિન્દર શર્મા, સુરજ રણદીવ, અભિનવ મુકુંદ, સ્કૉટ સ્ટાઇરિસ, સુદીપ ત્યાગી અને યો મહેશ

કિંગ્સ ઇલેવન પંજાબ

સ્ટુઅર્ટ બ્રૉડ, રાયન હૅરિસ, અભિષેક નાયર, રમેશ પોવાર, નિતિન સૈની અને પારસ ડોગરા.

દિલ્હી ડેરડેવિલ્સ

ગુલામ બોડી, ડગ બ્રેસવેલ, ઍરોન ફિન્ચ, આવિષ્કાર સાળવી, વેણુગોપાલ રાવ, રૉબિન બિશ્ત, તેજસ્વી યાદવ, કુલદીપ રાવલ અને ઝફીર પટેલ

કલકત્તા નાઇટ રાઇડર્સ

જયદેવ ઉનડકટ, સંજુ સૅમ્સન અને ચિરાગ જાની.

રાજસ્થાન રૉયલ્સ

પૉલ કૉલિંગવુડ, દિનેશ ચંદીમલ, ઓવેસ શાહ, આકાશ ચોપડા, યોહાન બોથા, દીપક ચહર, પંકજ સિંહ, પીનલ શાહ, અમિત સિંહ અને દિશાંત યાજ્ઞિક

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર

મોહમ્મદ કૈફ, ચાર્લ લૅન્ગવેલ્ટ, ડર્ક નૅનસ, પ્રશાંત પરમેશ્વરન, અસદ પઠાણ અને લ્યુક પૉમરબાક

પુણે વૉરિયર્સ

સૌરવ ગાંગુલી, માઇકલ ક્લાર્ક, જેસી રાઇડર, ગ્રેમ સ્મિથ, સ્ટીવન સ્મિથ, તમિમ ઇકબાલ, જેમ્સ હોપ્સ, કૅલમ ફગ્યુર્સન, કામરાન ખાન, નૅથન મૅક્લમ અને મોહનીશ મિશ્રા

નોંધ : સૌરવ ગાંગુલી આઇપીએલમાં હવે પછી ન રમવાનો નિર્ણય જાહેર કરી ચૂક્યો છે.