લાંબા સમય પછી રમી રહ્યા હોવાથી પ્લેયરોએ વધારે ધ્યાન રાખવું પડશે : ઇરફાન

20 July, 2020 06:25 PM IST  |  Mumbai Desk | Agencies

લાંબા સમય પછી રમી રહ્યા હોવાથી પ્લેયરોએ વધારે ધ્યાન રાખવું પડશે : ઇરફાન

ઇરફાન પઠાણ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણનું કહેવું છે કે લાંબા સમય પછી રમી રહેલા ફાસ્ટ બોલરોએ પોતાનું વધારે ધ્યાન રાખવું પડશે. કોરોના વાઇરસને લીધે માર્ચ મહિનાથી ક્રિકેટ રમાયું નથી અને હવે ધીમે-ધીમે ઇન્ટરનૅશનલ ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે જેના સંદર્ભમાં પઠાણે આ વાત કહી હતી. પઠાણે કહ્યું કે ‘સાચું કહું તો હું ફાસ્ટ બોલરોને લઈને ઘણો ચિંતિત છું. લયમાં આવતાં તેમને ચારથી છ અઠવાડિયાં લાગી શકે છે. ફાસ્ટ બોલરો માટે આ ઘણું અઘરું છે, કારણ કે એ લોકો ૨૫ યાર્ડ જેટલું દોડીને ૧૪૦-૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ નાખે છે. જોકે એમાં શરીર કઠણ થઈ જાય છે જેને લીધે તમારે ઇન્જરીને મૅનેજ કરવી પડે છે. ફાસ્ટ બોલરોને લયમાં પાછા આવતાં ચારથી છ અઠવાડિયાં લાગે છે માટે મારા ખ્યાલથી તેમણે પોતાનું વધારે ધ્યાન રાખવું જોઈએ.’

irfan pathan sports sports news cricket news