આયરલૅન્ડનો આ ખેલાડીનો ટેસ્ટમાં ફિફ્ટી ફટકારવાનો અદ્ભુત રેકૉર્ડ

16 March, 2019 11:14 AM IST  | 

આયરલૅન્ડનો આ ખેલાડીનો ટેસ્ટમાં ફિફ્ટી ફટકારવાનો અદ્ભુત રેકૉર્ડ

ભારે પડ્યો : ટિમ મુર્ટાધે નૉટઆઉટ ૫૪ રન કરીને અફઘાનિસ્તાનને હંફાવ્યું હતું.

આયરલૅન્ડના ૩૭ વર્ષના ટિમ મુર્ટાધે ૧૧મા ક્રમે બૅટિંગ કરીને નૉટઆઉટ ૫૪ રન ફટકારીને અફઘાનિસ્તાન સામે પોતાની ટીમનો સ્કોર ૧૭૨ સુધી પહોંચાડ્યો હતો. આયરલૅન્ડે નવમી વિકેટ ૮૫ના સ્કોરે ગુમાવી હતી. ત્યાર પછી જ્યૉર્જ ડોકરેલ અને ટિમ મુર્ટાધ વચ્ચે દસમી વિકેટ માટે ૮૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. ઉત્તરાખંડના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે ટેસ્ટના પહેલા દિવસે આયરલૅન્ડના કૅપ્ટન વિલિયમ ર્પોટરફિલ્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંડનમાં જન્મેલા ટિમ મુર્ટાધે ૭૫ બૉલમાં ચાર ફોર અને બે સિક્સની મદદથી નૉટઆઉટ ૫૪ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાના ઍશ્ટન એગર (૧૦૧ બૉલમાં ૯૮) અને વેસ્ટ ઇન્ડીઝના શેન શિલિંગર્ફોડે (૨૯ બૉલમાં ૫૩) ૧૧મા ક્રમે ફિફ્ટી ફટકારવાનો અદ્ભુત રેકૉર્ડ બનાવ્યો છે. બન્ને ટીમ વચ્ચે પહેલી વખત ટેસ્ટમૅચ રમાઈ રહી છે. અફઘાન ટીમે દિવસના અંતે બે વિકેટે ૯૦ રન બનાવ્યા હતા.

ireland afghanistan cricket news sports news test cricket