ICC તમામ મૅચો રમાડે જેથી દરેક ટીમને એકસમાન તક મળી રહે : મિસ્બાહ

24 October, 2020 02:34 PM IST  |  Mumbai | Agencies

ICC તમામ મૅચો રમાડે જેથી દરેક ટીમને એકસમાન તક મળી રહે : મિસ્બાહ

ICC તમામ મૅચો રમાડે જેથી દરેક ટીમને એકસમાન તક મળી રહે : મિસ્બાહ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ મિસ્બાહ-ઉલ-હકે આઇસીસીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના સંદર્ભમાં સલાહ આપતાં કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને આઇસીસીએ પોતે નક્કી કરેલી યોજના પ્રમાણે આગળ વધવું જોઈએ અથવા તો ટુર્નામેન્ટનો સમયગાળો વધારવો જોઈએ જેથી દરેક ટીમને ફાઇનલમાં પહોંચવાની સમાન તક મળી શકે.
વાસ્તવમાં જૂન-જુલાઈ ૨૦૨૧માં ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ યોજવાનું નક્કી થયું હતું અને તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે નજીકના સમયમાં આઇસીસીની એક બેઠક યોજાવાની છે જેમાં આ ચૅમ્પિયનશિપની ન રમાયેલી મૅચના પોઇન્ટ્સ સ્પ્લિટ કરવા વિશે ચર્ચા કરવામાં આવશે. આ સંદર્ભે પોતાના વિચારો પ્રગટ કરતાં મિસ્બાહ-ઉલ-હકે કહ્યું કે ‘કોરોનાને લીધે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સિરીઝ પર અસર પડી છે, પણ હું માત્ર એટલી ઇચ્છા રાખું છું કે આઇસીસી આ ચૅમ્પિયનશિપમાં શેડ્યુલ કરેલી દરેક મૅચ રમાડે. મારા ખ્યાલથી મૅચ રીશેડ્યુલ કરવી જોઈએ, કારણ કે દરેક ટીમને ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વૉલિફાય થવાની તક મળી શકે. એ હવે આઇસીસી પર છે કે તેઓ કઈ રીતે પરિસ્થિતિનું નિવારણ લાવે છે.’
પ્રાપ્ત સમાચાર મુજબ આવતા મહિને મળનારી આઇસીસીની ક્રિકેટ કમિટીની મીટિંગમાં ન રમાયેલી મૅચના પૉઇન્ટ સ્પ્લિટ કરવા કે માર્ચના અંત સુધી રમાયેલી મૅચના આધારે ટીમની ફાઇનલ પોઝિશન નક્કી કરવી એ બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવશે. કોરોનાને લીધે એપ્રિલ મહિનામાં પાકિસ્તાન અને બંગલા દેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મૅચ રદ કરવામાં આવી હતી.

sports news sports cricket news