અગ્રેસિવ ક્રિકેટ રમો, પરંતુ સામેની વ્યક્તિની રિસ્પેક્ટ પણ કરો : કોહલી

08 December, 2019 01:10 PM IST  |  Thiruvananthapuram

અગ્રેસિવ ક્રિકેટ રમો, પરંતુ સામેની વ્યક્તિની રિસ્પેક્ટ પણ કરો : કોહલી

વિરાટ કોહલી

(આઇ.એ.એન.એસ.) વિરાટ કોહલીનું કહેવું છે કે અગ્રેશન એની જગ્યાએ, પરંતુ પ્લેયરની રિસ્પેક્ટ જરૂરી છે. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટી૨૦માં વિરાટ કોહલી ખૂબ જ અગ્રેશનમાં જોવા મળ્યો હતો. તે સામેની ટીમ સાથે બોલાચાલી કરતો, અમ્પાયરને ફરિયાદ કરતો, પોતાની જાતને ગાળ આપતો અને સામેની ટીમના બોલર્સની મજાક કરતો પણ જોવા મળ્યો હતો. તેણે ૫૦ બૉલમાં નૉટ-આઉટ ૯૪ રન કર્યા હતા. જોકે મૅચમાં તેની અને વેસ્ટ ઇન્ડીઝના પેસર કેસ્રિક વિલિયમ્સ વચ્ચે ઘણી ઇન્ટરેસ્ટિંગ ઘટના થઈ હતી. ૧૩મી ઓવરમાં વિલિયમ્સ અને કોહલી અથડાતા બચી ગયા હતા. કોહલી રન લેવા જઈ રહ્યો હતો અને વિલિયમ્સ બૉલ લેવા જઈ રહ્યો હતો. જોકે આ રન લઈને કોહલી તરત અમ્યાપરને ફરિયાદ કરવા ગયો હતો અને ત્યાં જ વિલિયમ્સ પણ હાથ દ્વારા તેની ભૂલ સ્વીકારતો જોવા મળ્યો હતો.

આ પછીની ઓવરમાં કોહલીએ વિલિયમ્સને સિક્સ મારી નોટબુક સેલિબ્રેશન કર્યું હતું. કૅરેબિયન પ્રીમિયર લીગમાં વિલિયમ્સ આ સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. શું તેણે એના પરથી આ સેલિબ્રેશન કર્યું એ વિશે પૂછતાં કોહલીએ કહ્યું હતું કે ‘ના, આ કૅરેબિયન પ્રીમિયર લીગની નહીં, પરંતુ ૨૦૧૭ની વાત છે. હું જમૈકામાં રમી રહ્યો હતો ત્યારે તેણે મને આઉટ કર્યો હતો. મેં પણ એ સમયે મારી નોટબુકમાં તેને ટીકમાર્ક કરવાનું નક્કી કરી લીધું હતું. જોકે અંતે અમે બધા ચહેરા પર સ્માઇલ સાથે ગયા હતા. તમે અગ્રેસિવ ક્રિકેટ રમી શકો છો, પરંતુ પ્લેયરની રિસ્પેક્ટ પણ જરૂરી છે. અમે અંતે જ્યારે હાથ મિલાવીએ છીએ ત્યારે બધુ ભૂલી જઈએ છીએ.’

ટી૨૦ ઇન્ટરનૅશનલમાં આટલી વાર વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી અને કોહલી આ આંકડા સાથે પહેલા ક્રમે છે અને બીજા ક્રમે ૧૧ વખત બનનારો શાહિદ આફ્રિદી છે. મારે મારી ગેમને ચેન્જ નથી કરવી, કારણ કે હું ત્રણે ફૉર્મેટમાં રમું છું. મારે દરેક મૅચમાં ભાગ લેવો છે અને હું એ જ કરું છું. મારે કોઈ ફૉર્મેટમાં સ્પેશ્યલ નથી બનવું.

- વિરાટ કોહલી

cricket news virat kohli team india