ગોલ્ડન ગર્લનો વધુ એક ગોલ્ડ

05 September, 2012 05:18 AM IST  | 

ગોલ્ડન ગર્લનો વધુ એક ગોલ્ડ

લંડન:  ૪.૧ ફૂટ ઊંચાઈ ધરાવતી ૧૮ વર્ષની એલી સિમોન્ડ્સે સોમવારે વધુ એક ગોલ્ડ જીતીને લંડન પૅરાલિમ્પિક્સનો બીજો અને કુલ બાવીસમો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એલી શનિવારે ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ નવા વર્લ્ડ રેકૉર્ડ્સ સાથે જીતી હતી, જ્યારે સોમવારે ૨૦૦ મીટર ઇન્ડિવિજ્યુઅલ મેડલી સ્વિમિંગ ઇવેન્ટમાં પણ એક કલાક પહેલાં જ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં બનાવેલા વર્લ્ડ રેકૉર્ડને તોડીને તે બીજો ગોલ્ડ જીતી હતી.

દેશની આ લાડલી ખેલાડીને વધાવવા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કૅમરન વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢીને ખાસ હાજર રહ્યા હતા અને એલી જીતતાં તેઓ ખુશીના માર્યા ઊછળી પડ્યા હતા. ત્યાર પછી પેþઝન્ટેશન વખતે વડા પ્રધાને એલીને ગોલ્ડ મેડલ પહેરાવ્યો હતો અને બન્ને ગાલ પર કિસ કરી હતી.  જન્મજાત ઍન્કોડ્રોપ્લેસિયા ડિસઑર્ડરથી પીડાતી એલીના ગોલ્ડ મેડલમાં હજી વધારો થવાની શક્યતા છે, કેમ કે તે હજી બે ઇવેન્ટમાં ભાગ લેવાની છે.

એલીના આ લાજવાબ પફોર્ર્મન્સ પછી તે આ વર્ષના રમતોત્સવની સૌથી મોટી સ્ટાર જાહેર થાય અને લાખો કરોડો રૂપિયાના સ્પૉન્સરો પણ મેળવી જશે એવું નિષ્ણાતો માની રહ્યા છે.