આશા છે કે પિન્ક બૉલથી ટેસ્ટના નવા યુગનો પ્રારંભ થશે : અશ્વિન

21 November, 2019 11:46 AM IST  |  Mumbai

આશા છે કે પિન્ક બૉલથી ટેસ્ટના નવા યુગનો પ્રારંભ થશે : અશ્વિન

આર.અશ્વિન

રવિચન્દ્રન અશ્વિને આશા વ્યક્ત કરી છે કે પિન્ક બૉલથી રમાનારી આ ટેસ્ટ મૅચ દ્વારા ક્રિકેટ જગતમાં એક નવા યુગનો પ્રારંભ થશે. ભારત-બંગલા દેશ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ માટે અનેક ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહી છે. આ ડે-નાઇટ ટેસ્ટ મૅચને સફળ બનાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ અનેક પ્રયાસ કર્યા છે. આ વિશે અશ્વિને કહ્યું હતું કે ‘હું આશા રાખું છું કે આ મૅચથી એક નવો અધ્યાય શરૂ થશે. સ્ટેડિયમ ઑડિયન્સથી ખીચોખીચ ભરેલું હશે અને ટેસ્ટ ક્રિકેટને ખેરખર આ વાતનો શ્રેય દેવો જોઈએ. મૅચ જોવા આવનારાઓને પણ પોતાનું કામ પતાવીને મૅચ એન્જૉય કરવામાં મજા આવશે. હા, મૅચમાં શરૂઆતના સેશન કરતાં વચ્ચેના સેશનમાં પ્લેયરોએ સંભા‍ળવું પડશે કેમ કે ઈડન ગાર્ડન્સમાં બૉલ વધારે સ્વીંગ થાય છે.’

પિન્ક બૉલ સાથે ભારતીય બોલરોની ત્રિપુટી તૈયાર

શુક્રવારથી ઐતિહાસિક પિન્ક બૉલ વડે રમાનારી ડે-નાઇટ ટેસ્ટ મૅચ શરૂ થઈ રહી છે એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે આ ભારતીય ત્રિપુટીઓનો ફોટો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો હતો અને લખ્યું હતું કે દરેક જણ તૈયાર છે. આ બોલરોની ત્રિપુટી પિન્ક બૉલ ટેસ્ટ મૅચ માટે તૈયાર છે અને તમે?
આ ફોટોમાં ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પિન્ક બૉલ સાથે જોવા મળી રહ્યા છે. ફોટો રિટ્વીટ કરતાં ઉમેશે કહ્યું હતું કે ‘બૉલ કોઈ ભી હો, હમ હૈ તૈયાર.’

ravichandran ashwin sports news