મારું સપનું છે રોહિત શર્માની વિકેટ લેવાનું : નસીમ શાહ

18 July, 2020 04:22 PM IST  |  Lahore | Agencies

મારું સપનું છે રોહિત શર્માની વિકેટ લેવાનું : નસીમ શાહ

નસીમ શાહ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના યુવા પ્લેયર નસીમ શાહનું કહેવું છે કે ક્રિકેટમાં મારું સપનું રોહિત શર્માની વિકેટ લેવાનું છે. નસીમે કહ્યું કે ‘દરેક પ્રકારના બૉલ રમવાની રોહિત શર્મામાં ક્ષમતા છે. તેનો રેકૉર્ડ બધું કહી આપે છે અને જો તેની વિકેટ મને મળે તો મારા માટે મારું સપનું પૂરું થયું કહેવાશે. જ્યાં સુધી સ્ટીવ સ્મિથની વાત છે તો તે એક અનઑર્થોડોક્સ બૅટિંગ-ટેક્નિકથી રમે છે અને તેને આઉટ કરવામાં મને ગર્વ થશે. પહેલાં પણ મને તેની સામે બોલિંગ કરવાની તક મળી છે, પણ જો તેની વિકેટ મળી જાય તો મારા માટે એ એક અલગ જ અનુભવ હશે.’

નોંધનીય છે કે આવતા મહિને પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી સિરીઝમાં નસીમ શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

pakistan cricket news sports news rohit sharma