પુજારા અમારા માટે માથાનો દુખાવો બની ગયો હતો : કમિન્સ

27 April, 2020 01:26 PM IST  |  Sydney | Agencies

પુજારા અમારા માટે માથાનો દુખાવો બની ગયો હતો : કમિન્સ

પેટ કમિન્સ

તાજેતરમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશને એક લાઇવ સવાલ-જવાબનું સેશન યોજ્યું હતું જેમાં પેટ કમિન્સ સામેલ થયો હતો. આ સેશનમાં જ્યારે કમિન્સને પૂછવામાં આવ્યું કે તેના માટે કયો પ્લેયર આઉટ કરવો સૌથી અઘરો સાબિત થયો હતો. તો આ પ્રશ્નના જવાબમાં તેણે ચેતેશ્વર પુજારાનું નામ આપ્યું હતું.

આ મુદ્દે વાત કરતાં પેટ કમિન્સે કહ્યું કે ‘એવા ઘણા પ્લેયરો છે, પણ મારા હિસાબે ભારતનો ચેતેશ્વર પુજારા સૌથી અઘરો પ્લેયર બન્યો હતો જેને આઉટ કરવામાં મને તકલીફ પડી રહી હતી. તે ખરેખર અમારા માટે માથાનો દુખાવો બની ગયો હતો. ૨૦૧૮-’૧૯ની ટેસ્ટ સિરીઝમાં ખરેખર જબરદસ્ત રમ્યો હતો. તેને આઉટ કરવો અમારા માટે અઘરું બની ગયું હતું. દિવસે-દિવસે તેની ગેમ વધારે સારી થતી જતી હતી. મારા ખ્યાલથી અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં તે સૌથી હાર્ડ ક્રિકેટ પ્લેયર છે.’

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮-’૧૯માં ભારતે ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર પરાજય આપ્યો હતો. આ સિરીઝમાં ચેતેશ્વર પુજારાએ ભારતની જીતમાં પાયાનું યોગદાન આપ્યું હતું.

cheteshwar pujara test cricket cricket news sports news