02 January, 2026 03:20 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ માટે પોતાની કામચલાઉ ટીમ જાહેર કરી હતી. ૧૫ સભ્યોની આ પ્રોવિઝનલ ટીમમાં મિચલ માર્શ કૅપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે. કાંગારૂ ટીમ વર્લ્ડ કપના ગ્રુપ Bમાં સામેલ છે અને તમામ ગ્રુપ-સ્ટેજ શ્રીલંકામાં રમશે.
આ ટીમમાં ઇન્જર્ડ ઑલરાઉન્ડર ટિમ ડેવિડ, ફાસ્ટ બોલર પૅટ કમિન્સ અને જોશ હેઝલવુડને પણ સ્થાન મળ્યું છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ત્રણેય સ્ટાર ક્રિકેટર્સ વર્લ્ડ કપ પહેલાં ફિટ થઈને રમવા માટે ઉપલબ્ધ હશે. મિચલ સ્ટાર્કના T20માંથી રિટાયરમેન્ટ બાદ કાંગારૂ ટીમનું ફાસ્ટ બોલિંગ યુનિટ નબળું દેખાઈ રહ્યું છે. જોકે સ્પિન-આક્રમણના ભરપૂર વિકલ્પો તરીકે ટીમમાં ઍડમ ઝૅમ્પા, મૅથ્યુ કુહનેમૅન, કૂપર કૉનૉલી, ગ્લેન મૅક્સવેલ અને મૅથ્યુ શૉર્ટ સામેલ છે.
મિચલ માર્શ (કૅપ્ટન), ટ્રૅવિસ હેડ, ઝેવિયર બાર્ટલેટ, કૂપર કૉનૉલી, પૅટ કમિન્સ, ટિમ ડેવિડ, કૅમરન ગ્રીન, નૅથન એલિસ, જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), મૅથ્યુ કુહનેમૅન, ગ્લેન મૅક્સવેલ, મૅથ્યુ શૉર્ટ, માર્કસ સ્ટૉઇનિસ, ઍડમ ઝૅમ્પા.