ઇંગ્લૅન્ડની ટૂર પહેલાં પાકિસ્તાનના દસ પ્લેયર કોરોના-પૉઝિટિવ

24 June, 2020 05:14 PM IST  |  Lahore | Agencies

ઇંગ્લૅન્ડની ટૂર પહેલાં પાકિસ્તાનના દસ પ્લેયર કોરોના-પૉઝિટિવ

મોહમ્મદ હાફીઝ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે જણાવ્યું પાકિસ્તાનના ૧૦ પ્લેયર હૈદર અલી, હરીસ રઉફ, ફખર ઝમાન, ઇમરાન ખાન, કાશિફ ભટ્ટી, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ રીઝવાન, વહાબ રિયાઝ અને શાદાબ ખાન કોરોના-પૉઝિટિવ આવ્યા છે. રાવલપિંડીમાં આ ત્રણેય પ્લેયરના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા, પણ તેમનામાં કોરોનાનાં કોઈ લક્ષણ દેખાયાં નથી. ૨૮ જૂને ઇંગ્લૅન્ડની ટૂર માટે ૨૯ પાકિસ્તાની પ્લેયરની સ્ક્વૉડ ઇંગ્લૅન્ડ જવા રવાના થવાની છે એ પહેલાં આ સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ઇંગ્લૅન્ડ સામે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં મૅચ રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ત્રણેય પ્લેયરોને તાબડતોબ સેલ્ફ આઇસોલેશનમાં જવાની સલાહ આપી છે. આ ત્રણ પ્લેયરો ઉપરાંત ઇમાદ વસીમ અને ઉસ્માને પણ તપાસ કરાવી હતી, પણ તેમના કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

ઇંગ્લૅન્ડના તમામ પ્લેયરની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવી હતી, પરંતુ ટ્રેઇનિંગ કૅમ્પની શરૂઆત પહેલાં તમામ પ્લેયરની ફરીથી ટેસ્ટ કરવામાં આવશે.

pakistan coronavirus cricket news sports news