યજમાન સામે પાણીમાં મહેમાન

01 October, 2019 02:17 PM IST  |  મુંબઈ

યજમાન સામે પાણીમાં મહેમાન

શ્રીલંકા VS પાકિસ્તાન

મુંબઈ (મિડ-ડે પ્રતિનિધિ) : પાકિસ્તાન અને શ્રીલંકા સામેની બીજી વન-ડે મૅચ ગઈ કાલે કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં યજમાન ટીમ મહેમાન ટીમ પર ભારે પડી હતી અને પાકિસ્તાને શ્રીલંકા પર ૬૭ રનથી જીત મેળવીને ૧-૦ની લીડ બનાવી હતી. 

પાકિસ્તાને આપેલા ૩૦૬ રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા ઊતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત સારી નહોતી રહી. માત્ર ૨૮ રન બનાવવામાં તેમણે અડધી વિકટો ગુમાવી દીધી હતી. જોકે શેહાન જયસૂર્યા અને ડુસન શંકાએ ટીમની પારીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન વતી ઉસ્માન શિનવારીએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.
ટૉસ જીતીને પાકિસ્તાને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો અને ધમાકેદાર ઇનિંગ રમી ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૩૦૫ રન કર્યા હતા. વિરાટ કોહલીને પોતાનો આદર્શ માનતા બાબર આઝમે આઠ બાઉન્ડરી અને ચાર છગ્ગા ફટકારી ૧૧૫ રનની પારી રમી હતી. ફખર ઝમાને ૫૪ રન બનાવ્યા હતા. શ્રીલંકાના વનિંદુ હસરંગાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
બન્ને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે મૅચ બીજી ઑક્ટોબરે રમાશે.

pakistan sri lanka cricket news