આજથી મુલતાનમાં ૪૫ ડિગ્રી ગરમીમાં રમાશે પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝ

08 June, 2022 09:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબર આઝમ પાકિસ્તાનનો અને નિકોલસ પૂરન કૅરિબિયન ટીમનો કૅપ્ટન છે

ફાઇલ તસવીર

પાકિસ્તાનના મુલતાન શહેરમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને એવી પરિસ્થિતિમાં આજે પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. પરિણામ એ છે કે આવી અસહ્ય ગરમીને લીધે મૅચ મોડી સાંજે (સાંજે ૪.૩૦ વાગ્યે) શરૂ થશે અને મધરાત સુધી ચાલશે. આ શ્રેણી રાજકીય કારણસર રાવલપિંડીથી ખસેડીને મુલતાનમાં લાવવામાં આવી છે. બાબર આઝમ પાકિસ્તાનનો અને નિકોલસ પૂરન કૅરિબિયન ટીમનો કૅપ્ટન છે.
લાહોર અને કરાચીમાં ક્રિકેટ મેદાનો પર સમારકામ તેમ જ નવી પિચ બેસાડવાનું કામ ચાલી રહ્યું હોવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દેશના સૌથી હૉટ ગણાતા મુલતાનમાં સિરીઝ રાખવી પડી છે.

sports news cricket news pakistan west indies