22 May, 2024 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે બાવીસમી મેથી ઇંગ્લૅન્ડની ધરતી પર પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડની ટીમ વચ્ચે ૪ મૅચની T20 સિરીઝ શરૂ થશે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં ૧ જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ પહેલાં બન્ને ટીમ શક્તિપ્રદર્શન કરી પોતાની ખામીઓ દૂર કરવા મેદાન પર ઊતરશે. આયરલૅન્ડ સામે ૨-૧થી T20 સિરીઝ જીતનારી પાકિસ્તાની ટીમ હેડ કોચ ગૅરી કર્સ્ટન સાથે પહેલી સિરીઝ રમવા ઊતરશે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમના મોટા ભાગના ખેલાડીઓ IPLની ધમાકેદાર સીઝનનો અનુભવ લઈને પાકિસ્તાન સામે ધમાલ મચાવવાના ઇરાદા સાથે ઊતરશે, ઇંગ્લૅન્ડ ૪ જૂને સ્કૉટલૅન્ડ સામે અને પાકિસ્તાન ૬ જૂને અમેરિકા સામે પોતાના T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મૅચ રમશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૨૯
ઇંગ્લૅન્ડની જીત - ૧૯
પાકિસ્તાનની જીત - ૦૯
નો રિઝલ્ટ - ૦૧
|
ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન સિરીઝનું શેડ્યુલ |
||
|
મૅચ |
તારીખ |
સમય |
|
1 |
૨૨ મે |
રાત્રે ૧૧ |
|
2 |
૨૫ મે |
સાંજે ૭ |
|
3 |
૨૮ મે |
રાત્રે ૧૧ |
|
4 |
૩૦ મે |
સાંજે ૭ |