28 May, 2025 09:36 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે આજથી ત્રણ મૅચની T20
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે આજથી ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અને પાકિસ્તાન સુપર લીગના નવા શેડ્યુલના કારણે આ સિરીઝના આયોજન પર શંકા હતી. જોકે હવે સુરક્ષાનાં કારણોસર બંગલાદેશની ટીમ પાકિસ્તાનમાં પાંચને બદલે ત્રણ મૅચની T20 સિરીઝ રમવા પહોંચી છે. આ ત્રણેય મૅચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં જ રમાશે.
બંગલાદેશ હરીફ ટીમ પાકિસ્તાનની સામે પહેલી વાર T20 સિરીઝ જીતવાનું અને તેમની ધરતી પર પહેલી વાર T20 મૅચ જીતવાનો ટાર્ગેટ રાખશે. બન્ને ટીમ વચ્ચે આ પહેલાં ત્રણ-ત્રણ મૅચની T20 સિરીઝ રમાઈ છે જેમાં પાકિસ્તાનની જીત થઈ છે. પાકિસ્તાનની ધરતી પર બંગલાદેશ ત્રણ T20 મૅચ રમ્યું છે અને ત્રણેયમાં જીતી નથી શક્યું.
૨૮ મેથી ૧ જૂન વચ્ચે આયોજિત આ સિરીઝથી માઇક હેસન પાકિસ્તાનના વાઇટ બૉલ ક્રિકેટ હેડ કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે. સલમાન અલી આગા પાકિસ્તાની ટીમ અને લિટન દાસ બંગલાદેશી ટીમનું નેતૃત્વ કરશે. ભારતમાં સાંજે ૮.૩૦ વાગ્યાથી સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર આ સિરીઝની મૅચનો આનંદ માણી શકાશે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૧૯ |
|
પાકિસ્તાનની જીત |
૧૬ |
|
બંગલાદેશની જીત |
૩ |