સ્પિનર્સ ડેમાં પાકિસ્તાને કરી ક્લીન-સ્વીપ

07 December, 2011 09:42 AM IST  | 

સ્પિનર્સ ડેમાં પાકિસ્તાને કરી ક્લીન-સ્વીપ



ચિત્તાગૉન્ગ : પાકિસ્તાને ગઈ કાલે ત્રીજી અને છેલ્લી વન-ડેમાં સ્પિનરોને સૌથી વધુ ફાયદો કરાવતી પિચ પર બંગલા દેશને ૫૮ રનથી હરાવીને સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. ગઈ કાલે જે ૨૦ વિકેટ પડી હતી એમાંથી ૧૯ વિકેટ સ્પિનરોએ લીધી હતી. એકમાત્ર બંગલાદેશના પેસબોલર શફીઉલ ઇસ્લામને એક વિકેટ મળી હતી.

મહમુદુલ્લાની ૪ રનમાં ૩ વિકેટ

પાકિસ્તાન માત્ર ૧૭૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. એની ૧૦માંથી ૯ વિકેટ સ્પિનરો (અબ્દુર રઝાક, શાકીબ-અલ-હસન, એલિયાસ સની અને મહમુદ્દુલ્લા)એ લીધી હતી. એમાં સૌથી સફળ સ્પિનરો રઝાક અને મહમુદ્દુલ્લા (બન્નેની ત્રણ-ત્રણ વિકેટ) હતા. મહમુદ્દુલ્લાએ ૪ રનમાં ત્રણ શિકાર કર્યા હતા.

મલિકની ૬ રનમાં ૩ વિકેટ

જવાબમાં બંગલા દેશ ફક્ત ૧૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. દસેદસ વિકેટો પાકિસ્તાની સ્પિનરો (મોહમ્મદ હાફિઝ, અબ્દુર રહમાન, સઈદ અજમલ અને શોએબ મલિક)એ લીધી હતી. શાહિદ આફ્રિદીને ૨૭ રનમાં વિકેટ નહોતી મળી. મલિકે ૬ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

પાકિસ્તાનીઓમાં સૌથી વધુ ૫૭ રન બનાવનાર ઉમર અકમલને મૅન ઑફ ધ મૅચનો તેમ જ મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો.