છેલ્લી ૮ વિકેટ ૧૬ રનમાં ગુમાવીને ટ્રાયેન્ગ્યુલર T20 સિરીઝની ફાઇનલ હારી ગયું શ્રીલંકા

01 December, 2025 10:50 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

૧૧૪ રનમાં થઈ ગયું આૅલઆઉટ, પાકિસ્તાને ૪ વિકેટ ગુમાવીને છેક ૧૯મી ઓવરમાં જીત મેળવી

ટ્રાયેન્ગ્યુલર T20 સિરીઝની ટ્રોફી સાથે પાકિસ્તાનની ટીમ

પાકિસ્તાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટ્રાયેન્ગ્યુલર T20 સિરીઝ યજમાન પાકિસ્તાને જીતી લીધી છે. ગઈ કાલે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાને ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકા પહેલાં બૅટિંગ કરીને ૧૯.૧ ઓવરમાં ૧૧૪ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. એણે છેલ્લી ૮ વિકેટ માત્ર ૧૬ રનમાં ગુમાવી દીધી હતી. સામે પાકિસ્તાને પણ ૧૧૫ રનનો ટાર્ગેટ છેક ૧૯મી ઓવરમાં હાંસલ કર્યો હતો. પાકિસ્તાને ૪ વિકેટ ગુમાવી હતી.

pakistan sri lanka zimbabwe wt20 world t20 t20 international t20 cricket news sports sports news